છેલ્લા એક મહિનાથી આઈસીયુમાં દાખલ લતા મંગેશકરનું(Lata Mangeshkar) લાંબી સારવાર બાદ નિધન થયું છે. મળતી માહિતી અનુસાર, 8 જાન્યુઆરી ના રોજ લતા મંગેશકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. લતા મંગેશકરનું 92 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
“Singer Lata Mangeshkar continues to be in ICU & is under my supervision: Dr Pratit Samdani, who is treating her at Mumbai’s Breach Candy Hospital
For the last 29 days, singer Lata Mangeshkar has been admitted to Breach Candy Hospital in Mumbai
(file photo) pic.twitter.com/LE8OFdlWHS
— ANI (@ANI) February 6, 2022
તેઓ છેલ્લા 28 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. આ દરમિયાન તેમને ઘણી વખત જનરલ વોર્ડ અને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. તાજેતરમાં જ તેમને આઈસીયુમાંથી શિફ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે સવારથી તેમની તબિયત બગડવા લાગી હતી અને તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા.
લતા મંગેશકર કોરોનાથી સંક્રમિત થયા બાદ અને ન્યુમોનિયા થયા બાદ 8 જાન્યુઆરીએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરની સારવાર કરી રહેલ પ્રતિત સમધાની અને તેમની ટીમ સ્વરા કોકિલાની તબિયત પર સતત નજર રાખી રહી હતી અને સતત તેની સારવારમાં વ્યસ્ત હતી.
It is with profound grief that we announce the sad demise of #LataMangeshkar at 8:12am. She has died because of multi-organ failure after more than 28 days of hospitalisation post #COVID19: Dr Pratit Samdani, who was treating her at Mumbai’s Breach Candy Hospital pic.twitter.com/ndqdJWpqb1
— ANI (@ANI) February 6, 2022
લતા મંગેશકરના ડોક્ટરે થોડા સમય પહેલા હેલ્થ અપડેટ આપી હતી
લતા મંગેશકરની સારવાર કરી રહેલા ડૉ.પ્રિતિત સમદાનીએ સિંગરના સ્વાસ્થ્ય વિશે લેટેસ્ટ હેલ્થ અપડેટ આપતાં માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હાલમાં લતા દીની તબિયતમાં કોઈ સુધારો નથી. અમારી ટીમ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તે હજુ પણ ICUમાં વેન્ટિલેટર પર ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. આ પહેલા શનિવારે સાંજે તેણે કહ્યું હતું કે તેને આક્રમક ઉપચાર આપવામાં આવી રહ્યો છે.
Singing legend Lata Mangeshkar passes away, says Union Minister Nitin Gadkari pic.twitter.com/S1Rhc63OdI
— ANI (@ANI) February 6, 2022
ફરી એક વખત તબિયત લથડતા આઇ.સી.યુ.માં વેન્ટીલેટર ઉપર દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ ડોક્ટર હોય લતા મંગેશકરના નિધનના સમાચાર આપ્યા છે. લતા મંગેશકરના નિધનથી સમગ્ર દેશમાં શોક છવાઈ ગયો છે. આ પહેલા પણ આઈસીયુમાં દાખલ લતા મંગેશકરનું સ્વાસ્થ્ય સુંદરતા આઈસીયુમાંથી બહાર લેવામાં આવ્યા હતા. પરંતુ તબિયત ફરી એક વખત લથડતા વેન્ટિલેટર ઉપર મૂકવાની ફરજ પડી હતી. છેલ્લા એક મહિનાથી કોરોના સામે જંગ લડી રહેલા લતા મંગેશકરના નિધનથી દેશના કરોડો લોકો દુઃખમાં ગમગીન થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.