મોટા સમાચાર: અચાનક જ રાજ્યના આ શહેરમાં લાગુ કરાઈ કલમ 144- આખા રાજ્યમાં એલર્ટ જાહેર

મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજકીય સંકટ વચ્ચે વિરોધ પ્રદર્શન, તોડફોડની કેટલીક ઘટનાઓ વચ્ચે મુંબઈ પોલીસે મુંબઈ શહેરમાં કલમ 144(Section 144) લાગુ કરી છે. જ્યારે મહારાષ્ટ્ર પોલીસ(Maharashtra Police) રાજ્યમાં…

મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજકીય સંકટ વચ્ચે વિરોધ પ્રદર્શન, તોડફોડની કેટલીક ઘટનાઓ વચ્ચે મુંબઈ પોલીસે મુંબઈ શહેરમાં કલમ 144(Section 144) લાગુ કરી છે. જ્યારે મહારાષ્ટ્ર પોલીસ(Maharashtra Police) રાજ્યમાં એલર્ટ પર છે. થાણેમાં શિવસેના(Shiv Sena)ના બળવાખોર નેતા એકનાથ શિંદે(Eknath Shinde)ના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેઓ હાલમાં રાજ્યના અન્ય બળવાખોર ધારાસભ્યો સાથે આસામના ગુવાહાટીમાં રેડિસન બ્લુ હોટલમાં રોકાયા છે.

તાજેતરના ઘટનાક્રમ મુજબ જોવામાં આવે તો, શિવસેનાના કાર્યકરોએ પક્ષના બળવાખોર ધારાસભ્યો સામે વિરોધ પ્રદર્શન કર્યું અને મુંબઈના નવી મુંબઈ પનવેલ મહાનગર વિસ્તારમાં ખારઘરમાં ખારઘરમાં પાર્ટી કાર્યાલયની બહાર પૂતળાનું દહન કર્યું.

ખારઘરની ઘટના પહેલા જ મહારાષ્ટ્રમાં શિવસેનાના કાર્યકરોએ પુણેમાં બળવાખોર નેતાની ઓફિસમાં તોડફોડ કરી હતી. પુણેમાં શિવસેનાના કાર્યકરોએ શનિવારે પક્ષના બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં તોડફોડ કરી હતી, જેઓ હાલમાં એકનાથ શિંદે જૂથના ભાગરૂપે ગુવાહાટીમાં છે.

મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલ પર ધારાસભ્યોની સુરક્ષા પાછી ખેંચી લેવાના આરોપો: કોઈપણ ધારાસભ્યની સુરક્ષા પાછી ખેંચવામાં આવી નથી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગે ધારાસભ્યોને સુરક્ષિત રાખવા માટે તેમના નિવાસસ્થાને સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *