વિડીયો / ગુટખા ખાઇને કોર્ટમાં કેસ લડવા પહોચ્યા વકીલ, ન્યાયાધીશની નજર પડતા બરાબરના ખખડાવી આપી આ સજા

સોશિયલ મીડિયા (Social media) માં પર અવાર નવાર અલગ-અલગ વીડિયો વાયરલ થતા હોઈ છે. આજે આપણે એક એવા જ વાયરલ વીડિયો વિષે ચર્ચા કરીશું, આ વીડિયો કોર્ટરુમનો છે. જે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે, કોર્ટ અનુશાસન અને ન્યાયનું સ્વરૂપ છે. કોર્ટ રુમમાં પ્રવેશ કરતા પહેલા કેટલાક નિયમોનું ચોક્કસ પણે પાલન કરવું જરૂરી છે.

કોર્ટમાં દરેક વ્યક્તિ સમાન હોય છે. કોર્ટમાં જે લોકો શિસ્તમાં ન રહે તેને દંડ મળી શકે છે. આજે આપણે જે વીડિયો વિષે ચર્ચા કરવાના છીએ તે આવોજ કાઈક છે. સોશિયલ મીડિયા પર કોર્ટરુમમાં એક વકીલનો વીડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વકીલ પાન મસાલા ખાઇને કોર્ટમાં આવ્યો હોઈ છે. ત્યારે વકીલને ન્યાયાધીશે ખખડાવી નાખે છે.

કોર્ટમાં ન્યાયાધીશ વકીલોને યોગ્ય રીતે સમજાવે છે અને જો જરૂર પડે તો કોઈ વાર ઠપકો પણ આપે છે. કોર્ટમાં વકીલોએ ન્યાયાધીશની સામે શિસ્તબદ્ધ રહેવાનું હોય છે. હાલ, આપણે સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયો જોઈ શકયે છીએ. તેમાં કોર્ટમાં જજ સામે એક વકીલ પાન-મસાલો ખાવાની ભૂલ કરે છે. ત્યાર બાદ જજ આ વકીલને ઠપકો આપે છે. આ વીડિયો જોઇને તમારા ચહેરા પર જરૂર સ્મિત આવશે.

વીડિયોમાં જજ પોતાની ખુરશી પર બેઠા છે. તેમની સામે બે વકીલ ઉભા છે. ત્યારે જજની નજર અચાનક વકીલના દાંત પર જાય છે. ત્યારે જજ વકીલને દાંત સાફ કરવાની સલાહ આપે છે. ત્યાર બાદ જજ પૂછે છે કે, ‘તમે કોર્ટમાં પાન ખાઓ છો?’  ત્યારે વકીલ જવાબ આપે છે કે, પાન નથી ખાતો પરંતુ ગુટખા ખાઉં છું. વકીલનો જવાબ સાંભળીને જજ ગુસ્સે ભરાય જાય છે અને 5000 રૂપિયાનો દંડ ફટકારે છે. ત્યારે વકીલ જજની માફી માંગે છે.

આ વિડિયો સોશિયલ મીડિયાના ટ્વિટર પ્લેટફોર્મ પર @s_afreen7 નામની આઈડી માંથી શેર કરવામાં આવ્યો છે. લખવામાં આવ્યું છે કે, ‘સ્થળ ગમે તે હોય, શિસ્ત જાળવવી જ જોઈએ! ન્યાયાધીશને સાંભળો… વકીલ કાયદો સમજાવી રહ્યો છે અને 5000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે!’ આ વીડિયો 45 સેકન્ડનો છે. અત્યાર સુધીમાં આ વિડિયોને 88 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. એક યુઝરે લખ્યું છે કે, ‘વકીલ ભવિષ્યમાં ધ્યાન રાખશે’, બીજા યુઝરે લખ્યું છે કે, ‘અડધા ભારતમાં આ લોકોએ ભગવો કર્યો છે’.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *