સુરતમાં બેફામ તસ્કરો સામે LCB ની લાલ આંખ- 115 મોબાઈલ સહિત 5 મોપેડ બાઈક સાથે 3 ની ધરપકડ

Published on Trishul News at 4:57 PM, Tue, 3 October 2023

Last modified on October 3rd, 2023 at 4:58 PM

LCB team arrested 3 people with 115 mobiles in surat: ચોરી, લુંટફાટ, હત્યા જેવ ગુનાખોરીના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે, ત્યારે મોટાભાગના બનાવો તો રાજ્યના સુરત શહેરમાંથી જ સામે આવત્યા હોય છે. રાજ્યનું સુરત શહેર જાણે ગુનાખોરીનું કેન્દ્રબિંદુ હોય એમ જણાઈ રહ્યું છે, ત્યારે આવા જ અન્ય એક બનાવને લઈ સમાચાર સામેં આવ્યા છે.

સુરત જિલ્લા ગ્રામ્ય LCB ટીમને વધુ એક સફળતા મળી છે. ચોરીના 115 મોબાઇલ સહિત 5 મોપેડ બાઈક સાથે કુલ 10.56 લાખના મુદ્દામાલ સાથે મોબાઇલ અને મોબાઈલ સ્નેચરની ધરપકડ કરી છે. સુરત જિલ્લા ગ્રામ્ય LCB ટીમને માહિતી મળી હતી કે, ચોરીના મોબાઇલ વેચવા માટે કામરેજના વલથાણ રોડ પરથી તસ્કરો જઈ રહ્યા છે. બાતમી મળતા જ સુરત જિલ્લા ગ્રામ્ય LCB ની ટીમ ધટના સ્થળે પોહચીને કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત જિલ્લા ગ્રામ્ય LCB ટીમે કામરેજના વલથાણ રોડ પરથી ચોરીના મોબાઇલ વેચવા પસાર થતા કામરેજના પટેલ ટાઉનશિપ ખાતે રહેતા જેનીશ નટવર પટેલ,કઠોરના તીમોલ ફળિયા ખાતે રહેતા શાહરૂખ વાહિદ પઠાણ તેમજ કઠોરના કાજી ફળિયા ખાતે રહેતા અબુ તલ્હા મહમદ મંસૂરને ચોરીના 15 મોબાઇલ સાથે ઝડપી લીધા હતા.

આ ઉપરાંત, મોબાઇલ સ્નેચર ગેંગમાં અન્ય સામેલ મોબાઇલ ચોરોમાં RK કોલોનીમાં રહેતા રાકેશ રાજેશ રાઠોડ, યોગેશ કિશોર વસાવા અને ખોલવડ ખાતે રહેતા સાહિલ ફિરોજ તેમજ ખોલવડ ભરવાડ વાસ ખાતે રહેતા સિકંદર કાસીમ શેખ સહિત સાત આરોપીની પણ ધરપકડ કરી હતી. દરેક આરીપો પાસેથી તપાસ કરીને ચોરીના 115 મોબાઇલ પાંચ મોપેડ બાઈક મળી કુલ 10.56 લાખની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.

Be the first to comment on "સુરતમાં બેફામ તસ્કરો સામે LCB ની લાલ આંખ- 115 મોબાઈલ સહિત 5 મોપેડ બાઈક સાથે 3 ની ધરપકડ"

Leave a comment

Your email address will not be published.


*