ગુજરાત(GUJARAT): આ વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી(Assembly elections) યોજાવવા જઈ રહી છે. ત્યારે રાજ્યમાં દરેક પાર્ટીઓ પોતાની પકડ મજબૂત કરવા માટે રાજકીય પક્ષો(Political parties) બનતા તમામ પ્રયાસો શરુ કરી દીધા છે.
આ રણનીતિના ભાગરૂપે આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક મુખ્ય કલાકારો પણ ભગવા રંગે રંગાઇને ભાજપમાં(BJP) જોડાયા છે.
આ ઉપરાંત, કોંગ્રેસના પૂર્વ મંત્રીની(Former Minister of Congress) પુત્રીએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે(State President CR Patil) કલાકારોને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ જ્ઞાતિ સમાજ અને અન્ય રાજકીય પક્ષના નેતાઓ આગેવાનો ભાજપમાં પ્રવેશ મેળવી રહ્યા છે.
આજરોજ ગુજરાતી કલાકારોએ પણ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના હાથે કેસરીયો ખેસ પહેરીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જેમા ભૂતપૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના સિનિયર આગેવાન બાબુભાઈ શાહની પુત્રી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ભક્તિ કુબાવતએ પણ આજે કમલમ્ ખાતે કેસરીયો ખેસ પહેર્યો હતો.
મળતી માહિતી મુજબ ગુજરાતી ફિલ્મ વિટામીન-સીની એક્ટ્રેસ ભક્તિ કુબાવત, ગુજરાતી અભિનેત્રી મમતા સોની, ભાજપમાં જોડાઈ ગયા છે.
આ ઉપરાંત, જાહનવી પટેલ, આકાશ ઝાલા, હેમાંગ દવે, હિતલ ઠક્કર, પ્રશાંત બારોટ, કમિની પટેલ, સન્ની કુમાર ખત્રી, જ્યોતિ શર્મા સહિતના કલાકારો ભાજપમાં જોડાયા છે. આમ તો ભાજપ સમયાંતરે અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો પાર્ટીમાં જોડે છે.
આ ઉપરાંત, કોંગ્રેસમાંથી છુટા થયેલા જાગૃતિ શાહ પણ આજે ભાજપમાં જોડાયા છે. જાગૃતિ શાહ પૂર્વ મંત્રી બાબુ મેઘજી શાહના પુત્રી છે. જેઓ પહેલા ભાજપમાં હતા અને બાદમાં પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાયા હતા, ત્યારથી જાગૃતિ શાહ કોંગ્રેસમાં સક્રિય હતા. જાગૃતિ શાહ કોંગ્રેસના મેન્ડેટ પર જિલ્લા પંચાયત પ્રમુખ પણ રહી ચૂક્યા છે. પીએમ મોદીની વિચારધારાથી પ્રેરાઈને તેઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા હોવાની વાત કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.