ચાલતા-ચાલતા આંબી ગયું મોત: રસ્તા પર જઈ રહેલ યુવકને બેફામ બોલેરો ચાલકે લીધો અડફેટે – જુઓ ઘટનાનો LIVE વિડીયો

અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર અમદાવાદ(Ahmedabad)માં શુક્રવારે હિટ એન્ડ રન(Hit and run)ની ઘટના સામે આવી હતી. જેમાં શૈલેષ પ્રજાપતિ(Shailesh Prajapati) નામના વ્યક્તિનું…

અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર અમદાવાદ(Ahmedabad)માં શુક્રવારે હિટ એન્ડ રન(Hit and run)ની ઘટના સામે આવી હતી. જેમાં શૈલેષ પ્રજાપતિ(Shailesh Prajapati) નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. વસ્ત્રાલ(vastral) વિસ્તારમાં શુક્રવારના રોજ થયેલા અકસ્માત(Accident)ના સીસીટીવી(CCTV) સામે આવ્યા છે. સવારે 6 કલાકે મોર્નિંગ વોક કરવા નીકળેલા રાહદારીને બોલેરો(Bolero)ના ડ્રાઇવરે અડફેટે લીધો હતો.

મળતી માહિતી મુજબ, ગેલેક્ષી કોરલ સોસાયટીમાં રહેતા શૈલેષ પ્રજાપતિ નામના રાહદારીનું તેમા મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં બોલેરો પિકઅપ વાનના ચાલકની બેદરકારી સીસીટીવી કેમેરામાં કેદ જવા પામી છે. મુખ્ય માર્ગ ઉપર પુરપાટ ગતિએ આવતી બોલેરોએ રાહદારીને ટક્કર મારી દીધી હતી.

જાણવા મળ્યું છે કે, આ ઘટનાને લઈને પરિવાર તેમજ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં સ્થાનિક લોકો તેમજ યુવકના પરિવારજનો તાત્કાલિક ધોરણે વાહનચાલકને પકડવાની માંગ કરી રહ્યાં છે. પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધારવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *