બુટલેગરો કોઇ પણ પરિસ્થિતિમાં કેન્દ્ર સાશિત પ્રદેશ દમણથી ગુજરાતમાં દારૂ લઇ આવવા અનેક આઇડિયા વાપરી રહ્યા છે. દમણ પોલીસને શુક્રવારે બાતમીના આધારે કલેરીયા સોમનાથ લાલજી-મુલજી ટ્રાંસપોર્ટ નજીકથી બિનવારસી હાલતમાં ટેમ્પો મળતા અંદરથી એચપી ગેસના બાટલાઓ મળી આવ્યા હતા. જેનું ચેકિંગ કરતા સિલિંડરના પાછળના ભાગે બનાવેલા ઢાંકણને ખોલતા અંદરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે જોઇને હાજર પોલીસ કર્મીઓ પણ વિચારમાં પડી ગયા હતા.
હાલમાં ગુજરાતમાં દારૂબંધીની માગ ઉઠી છે. દારૂબંધી નીકળી જાય તો સરકારને કરોડો રૂપિયાની ટેક્સની કમાણી થઇ શકે છે અને દારૂ ના નામે અધિકારીઓ દ્વારા થતો ભ્રષ્ટાચાર પણ અટકી શકે છે. આ પહેલા પણ દુધના કેન હોય કે પછી ફળ ના ટોપલા મારફતે પણ દારૂ ની હેરફેર થતી પકડાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news