Dabhoda Hanumamji: ગાંધીનગરથી 20 કિમીના અંતરે ખારી નદીના કિનારે ડભોડા ગામ આવેલું છે. અહીં 1000 વર્ષ જૂનું હનુમાનજીનું પ્રાચીન મંદિર છે. કહેવાય છે કે અહીં હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા હતા. પૌરાણિક વાત એવી છે કે અલ્લાઉદ્દીન ખીલજીએ જ્યારે પાટણ (Dabhoda Hanumamji) પર ચડાઈ કરી ત્યારે પાટણના રાજા અહીં(ડભોડા)ના ગાઢ જંગલમાં આવીને છૂપાઈ ગયા હતા. જે આજે દેવગઢ જંગલના નામે ઓળખાય છે.
1000 વર્ષ જૂના ડભોડીયા હનુમાનજીના મંદિરનો ઈતિહાસ
ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં 1000 વર્ષ જૂનું હનુમાન દાદાની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિવાળુ અતિપ્રાચીન મંદિર આવેલું છે. મુગલોના શાસન દરમિયાન પાટણ ઉપર અલ્લાઉદ્દીન ખિલજીએ ચઢાઇ કરતા પાટણના રાજાએ ડભોડાના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો. તે સમયે આ જગ્યા ઉપર દેવગઢનું ગાઢ જંગલ આવેલું હતું.
રાજની ગાયો અને પશુધન ચરાવવા માટે ભરવાડો દેવગઢના જંગલમાં આવતાં હતાં. તેમાંથી એક ટીલડી ગાય ગાયોના ટોળામાંથી છૂટી પડીને એક નિશ્ચિત જગ્યાએ ઊભી રહી નમન કરતી અને સાંજ પડે ગાયોના ટોળામાં પાછી આવી જતી હતી. આ બાબતે ભરવાડોએ તપાસ કરી અને રાજાને આ સમગ્ર ઘટનાની જાણ કરી.
રાજાએ જાત તપાસ કરી અને કંઈક ચમત્કાર લાગતા રાજપુરોહિતની સલાહ મુજબ ત્યાં ખોદકામ કરાવ્યું અને ત્યાં હનુમાનજી દાદાની મૂર્તિ મળી આવતા ત્યાં મોટો યજ્ઞ રાખવામાં આવ્યો અને ત્યાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી, અને તે શ્રી ડાભોડીયા હનુમાનજી મંદિર તરીકે સ્થાપના થઈ અને ત્યાં માનવ વસવાટ થયો ત્યારે ત્યાં જે ગામ બન્યું તે આજે ડભોડા ગામ તરીકે ઓળખાય છે.
અમદાવાદથી 15 કિમીના અંતરે આવેલું છે આ મંદિર
અહીં પહોંચવા માટેનો તમામ વાહનવ્યવહાર, રેલ વ્યવહાર અને હવાઈ વ્યવહાર અમદાવાદ અને ગાંધીનગર સાથે જોડાયેલ છે, અમદાવાદ અને ગાંધીનગરથી 15-15 કિલોમીટરના અંતરે આવેલા આ ડાભોડીયા હનુમાન પહોંચવા માટે સરળતાથી બસ વ્યવહાર અને પ્રાઈવેટ સાધનો ઉપલબ્ધ હોય છે. આ પવિત્ર મંદિરમાં હનુમાન દાદાને ચોખ્ખા ઘીની સુખડીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.
મંદિરમાં ભક્તો મનોકામના રાખતા હોય છે
વર્ષોથી હનુમાન દાદાને કાળી ચૌદસના દિવસે તેલનો ડબ્બો નિયમિત ચડાવવામાં આવે છે. આજે પણ વેસ્ટર્ન રેલવે વિભાગ દ્વારા એક તેલનો ડબ્બો ડભોડિયા હનુમાનજીના મંદિરે ચડાવવામાં આવે છે. દાદાના આ મંદિરમાં ભક્તો મનોકામના રાખતા હોય છે, જે પૂર્ણ થવા પર કાળી ચૌદશના લોકમેળામાં 350 જેટલા તેલના ડબ્બા ચડાવવામાં આવે છે. મંદિરમાં દાદાને ચોખ્ખા ઘીની સુખડીનો પ્રસાદ ધરાવાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App