આપણા ભારત માં રહસ્યમય પ્રાચીન મંદિરોની કોઈ પ્રકાર ની અછત જ નથી.રાજસ્થાન નું એક એવું મંદિર જ્યાં સાંજ પડતા લોકો ત્યાંથી ભાગી જાય છે.આ મંદિરમાં રાત્રી રોકાણની ભૂલ થી પણ કોઈ ભૂલ નથી કરતું.તેની પાછળ નું કારણ એકદમ રોચક છે.લોકોનું માનવું છે કે આ મંદિરમાં જે રાત્રે રોકાય છે તે પથ્થર બની જાય છે.
રાજસ્થાન ના બાડમેર જિલ્લામાં આવેલા આ મંદિર ને કિરાડુ મંદિર તરીકે ઓલખે છે.આ મંદિર ને રાજસ્થાન નું ખજુરાહો પણ કહેવાય છે.દક્ષિણ ભારતીય શૈલી માં બનેલું આ મંદિર વિશ્વભર માં તેના સ્થાપત્ય માટે પ્રસિદ્ધ છે.કહેવાય છે કે ઇ.સ 1161 પૂર્વ આ જગ્યાનું નામ કિરાટ કુપ હતું.
કિરાડુ પાંચ મંદિરોની એક શ્રુખલા છે.જેમાંથી વિષ્ણુ મંદિર અને શિવ મંદિર જ થોડી સારી હાલતમાં છે જયારે બાકીના મંદિર ખંડેર માં ફેરવાઇ ગયા છે.આ મંદિર નું કોણે નિર્માણ કરાવ્યું હતું તે હજી સુધી કોઈ જાણતું નથી પરંતુ મંદિરોની બનાવટ જોઈને લાગે છે કે આ મંદિર ને કદાચ દક્ષિણ ના ગુર્જર પ્રતિહાર વંશ,સંગમ વંશ કે પછી ગુપ્ત વંશના કાળમાં બનાવવામાં આવ્યું હશે.
કિરાડુ મંદિર અંગે એક માન્યતા એવી પણ છે કે અનેક વર્ષ પહેલાં એક સિદ્ધ સાધુ પોતાના કેટલાક શિષ્યો સાથે આવ્યા હતા.એક દિવસ તેઓ પોતાના શિષ્યોને ત્યાં જ છોડીને ભ્રમણ માટે જતા રહા.આ બધા વચ્ચે એક શિષ્ય ની તબિયત બગડી.ત્યારબાદ બાકીના શિષ્યોએ ગ્રામીણો પાસે મદદ માગી પરંતુ કોઇએ તેમની મદદ કરી નહિ ત્યારબાદ જયારે સિદ્ધ સાધુ ત્યાં આવ્યા તો તેમની બધી વાતને ખબર પડી.જેના કારણે તેઓ ગુસ્સે થઈ ગયા અને ગામવાળાને શ્રાપ આપ્યો કે સૂર્યાસ્ત થયા બાદ બધા પથ્થર બની જાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.