આપણા નખ એ આપણી આંગળીઓની સુરક્ષા કરે છે. નખની નીચે રહેલી ત્વચા ખૂબ જ નાજુક હોય છે અને તેની સુરક્ષા પણ ખૂબ જરૂરી હોય છે. તેવામા આ નખ જ આપણી આંગળીઓની નાજુક ત્વચાને સુરક્ષા કરે છે.
આપણે ઘણી વાર જોયું હશે કે ડોક્ટર આપણા શરીરને બહારથી જોઈને જ ઘણી સમસ્યાઓ વિશે જણાવી દેતા હોય છે. આપણને વિચાર આવશો હશે કે કેવી રીતે તેમને માલૂમ પડે છે કે આપણને કંઈ મુશ્કેલી છે. જ્યારે તેમને તો આપણી સમસ્યાઓને જાણવા માટે કોઈ ટેસ્ટ પણ નથી કર્યો. વાસ્તવમાં આપણું શરીર કોઈ પણ પ્રકારની સમસ્યા થવા પર અલગ અલગ રીતે રિએક્ટ કરે છે અને જેના કારણે આપણા શરીરમાં અલગ અલગ બદલાવ પણ થાય છે.
આંગળીઓની નાજુક ત્વચાને સુરક્ષા આપે છે નખ
આપણા નખ આપણી આંગળીઓને સુરક્ષા આપે છે. અલગ અલગ વ્યક્તિ ના નખ પણ અલગ-અલગ હોય છે. કોઇના નખ ખૂબ સખત હોય છે તો કોઇના નખ એકદમ સાફ અને મુલાયમ હોય છે. કેટલાક લોકોને તો હંમેશાં નખ તુટવાની પણ સમસ્યા રહે છે. કેટલાક લોકોને અડધો ચંદ્ર જેવો આકાર પણ દેખાતો હોય છે. એવામાં અમે તમને નખ ની નીચે દેખાનારા અડધા ચંદ્ર વિશે બતાવવા જઈ રહ્યા છે કે તેઓ સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે.
પહેલા તો તમે તમારા હાથના નખને ચેક કરી લો અને જુઓ કે તમારા નખ નીચે પણ ચંદ્ર દેખાય છે? નખમાં દેખાનારા આપણા સ્વાસ્થ્યને લઇને ઘણા સંકેતો આપે છે. જો નખમ બનેલું અધ ચંદ્ર સફેદ અને સાફ છે તો સમજી લો કે તમે બિલકુલ સ્વસ્થ છો.
બીજી આંગળી ઉપર તો હળવો અથવા ખૂબ જ હળવો નહીં તો ન બરાબર દેખાય છે.આ અર્ધ ચંદ્ર જો તમને તમારી હાથ ની બધી આંગળી ઉપર દેખાઈ આવે તેનો મતલબ એ સ્વસ્થ છે.નખ પર દેખનારા અડધા ચંદ્ર ને લુનુલા કહેવાય છે.
જે લોકોના નખમાં આ લુનુલા બિલકુલ નથી દેખાતો તો તે ચિંતાનો વિષય હોઈ શકે છે. વાસ્તવમાં શરીરમાં લોહીની કમીના કારણે લૂનુલા દેખાતો નથી અને આ ઉપરાંત કોઇ વ્યક્તિના નખમાં જોવા મળેલા લુનુલા સફેદ અથવા પીળા અથવા તો ભૂરા રંગના દેખાય તો તેનો મતલબ તે ડાયાબિટીસનો શિકાર થઈ શકે છે. આ રોગ વિશે તમને એટલું સમજવું પડશે કે જો તે સફેદ રંગ હશે તો ઠીક છે. આ ઉપરાંત તે તમારા નખમાં નથી અથવા તે બીજા રંગના હોય છે તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.