જાણો કેવી રીતે એક ચતુર વાણીયાએ લક્ષ્મીજીને પોતાના શબ્દોની જાળમાં ફસાવી લીધા, વાંચો એક અદ્ભુત વાર્તા

એક વાણિયાથી લક્ષ્મીજી ખુબ જ નારાજ થઇ ગયા. જતા સમયે બોલ્યા કે, હું જઇ રહી છું, અને મારી જગ્યાએ નુકસાન આવી રહ્યું છે. તૈયાર થઇ જા. પરંતુ, હું તને અંતિમ ભેટ જરૂર આપીશ. માંગ, તારી જે પણ ઇચ્છા હોય તે. વાણિયો બહુ જ સમજદાર હતો. તેણે વિનંતિ કરી કે નુકસાન આવે તો ભલે આવે, પણ એને કહેજો કે મારા પરિવારમાં પ્રેમ બન્યો રહે. બસ, મારી આ જ ઇચ્છા છે. લક્ષ્મીજી એ તથાસ્તુઃ કહ્યું.

થોડાક દિવસો પછી, વાણિયા ની દિકરીના લગ્ન માટે તેના ભત્રીજા એ ભુલથી ખોટું સોનું ધરાવતો સેટ ખરીદી કરી લીધો. વાણિયા ને ખબર પડતાં દુઃખ થયું, પરંતુ તે ૫૦,૦૦૦ ના નુક્સાન માટે પોતાના ભાઈના દીકરાને વઢયા નહિ, ફક્ત શિખામણ આપી. એ સમજી ગયા હતા કે નુકશાન પ્રવેશ કરી ચુક્યો છે. “ઘરે જતા પહેલા ભગવાનના મંદિરે જતો જાઉં”, એમ વિચારી તે લક્ષ્મી-નારાયણ મંદિરે ગયા. ત્યાં તેમના મોંઘા ચપ્પલ કોઈ ચોરી ગયું. નુકસાન એનો પરચો બતાવવા લાગ્યો હતો.

આ બાજુ ઘરે, વાણિયા ની સૌથી નાની વહુ ખીચડી બનાવતી હતી. તેણે મીઠું વગેરે નાખ્યું, અને બીજું કામ કરવા લાગી. ત્યારે બીજા છોકરાની વહુ આવી અને ચાખ્યા વગર મીઠું નાખીને ચાલી ગઈ. તેની સાસુએ પણ આવું જ કર્યું.

સાંજે સૌથી પહેલા વાણિયો આવ્યો. પહેલો કોળિયો મુખમાં લીધો તો ખ્યાલ આવ્યો કે બહું જ વધારે મીઠું પડી ગયુ છે. એ સમજી ગયા કે નુકસાન આવી ગયું છે. પણ કંઇ બોલ્યા વગર ચૂપચાપ ખીચડી જમીને ચાલ્યા ગયા. એના પછી મોટા દીકરાનો નંબર આવ્યો. એણે પણ પહેલો કોળિયો મોઢામાં મુકતા તરત પૂછ્યુ કે પપ્પાએ જમવાનું જમી લીધું ? એમણે કંઇ કહ્યું ? બધાએ જવાબ આપ્યો ‘હા, જમી લીધું ! કઈ જ નથી બોલ્યા’. હવે દીકરાએ વિચાર્યું કે જ્યારે પિતાજી જ કઈ નથી બોલ્યા તો હું પણ ચૂપચાપ જમી લઉ. આવી રીતે ઘરના બીજા સદસ્યો એક એક આવ્યા. પહેલા વાળાનું પૂછતા, અને ચૂપચાપ જમીને ચાલ્યા જતા.રાતે નુકસાન હાથ જોડીને વાણિયા ને કહેવા લાગ્યો, હું જઈ રહ્યો છું. વાણિયા એ પૂછ્યું, “કેમ ?” ત્યારે નુકસાન કહે છે, ” તમે લોકો એક કિલો તો મીઠુ ખાઈ ગયા. તો પણ ઝઘડો જ ના થયો. મને લાગે છે કે મારું તો અહીં કઈ કામ નથી.”

બોધ:- ઝઘડો, કમજોરી એ નુકસાનની ઓળખાણ છે.

જ્યાં પ્રેમ છે, ત્યાં લક્ષ્મીનો વાસ છે.
સદા પ્રેમ વહેંચતાં રહો.
નાના- મોટાની કદર કરો.
જે મોટા (વડીલ) છે એ મોટા જ રહેવાના, પછી ભલેને તમારી કમાણી એમની કમાણીથી વધારે હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *