માતા-પિતાની નાની એવી બેદરકારીને કારણે મોટું નુકશાન થતું હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતના અમરોલીમાંથી સામે આવી છે. અમરોલી પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમરોલીના ભક્તિ હાઈટ્સમાં રહેતા ભરતભાઈ મીઠાપરા હીરાના કારખાનામાં કામ કરે છે. તેમની પુત્રી દિવ્યા(20) પણ હીરાના કારખાનામાં કામ કરતી હતી .
મળતી માહિતી અનુસાર, શુક્રવારે રાત્રે દિવ્યા બારીની બહાર કપડા સુકવવાની ક્લિપ છજ્જા પર પડેલી હોવાથી બારીમાંથી લેવાનો પ્રયાસ કરતી હતી. દરમિયાન સંતુલન ગુમાવી દેતા તે છઠ્ઠા માળેથી પટકાઈ હતી. નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયેલી દિવ્યાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા અમરોલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, અમરોલીમાં સંસ્કૃતિ રેસીડન્સી પાસે ભક્તિ હાઇટ્સમાં રહેતી ૨૦ વર્ષીય દિવ્યા ભરતભાઇ મીઠાપરા શુક્રવારે રાત્રે ફ્લેટના છઠ્ઠા માળે બારીના કાચ સાફ કર્યા બાદ કપડા સુકાવવાની પ્લાસ્ટીકની પીન લેતી વેળા નીચે પટકાઇ હતી.જેમાં તેને ગંભીર ઇજા થતા મોત થયુ હતુ.તે હીરા ઘસવાનું કામ કરતી હતી. તેના બે ભાઇ અને એક બહેન છે.તેના બે માસ બાદ લગ્ન થવાના હતા. આ અંગે અમરોલી પોલીસે તપાસ હાથ ઘરી છે.
જયારે બીજા બનાવમાં મુળ દાહોદના દેવગઢ બારીયાના વતની અને હાલમાં કતારગામમાં રત્નમાલા ચાર રસ્તા પાસે નવી બંધાતી બિલ્ડીંગમાં રહેતો અને ત્યાં કામ કરતો ૨૦ વર્ષીય અશોક લાલસિંગ પટેલ શુક્રવારે બપોરે બિલ્ડીંગના ચોથા માળે સેન્ટીંગ કામ કરતો હતો ત્યારે તે નીચે પટકાતા મોત નીંપજયુ હતુ.આ અંગે કતારગામ પોલીસે તપાસ હાથ ઘરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle