કષ્ટભંજન દેવ એટલે હનુમાનજી દરેક પરિસ્થિતિમાં શ્રી હનુમાનજીનું સ્મરણ માત્ર અને વિકટ પરિસ્થિતિમાંથી આપણને બહાર કાઢે છે.લાખો લોકો આ મંદિરના દર્શને આવે છે. આ મંદિર ભક્તજનોમાં કષ્ટ નિવારવા માટે તેમ જ જેમને ભૂત,પ્રેત કે અનિષ્ટ તત્વો થી પીડાતા હોય તેવા લોકો માટે આ મંદિર ઘણું જ ચમત્કારી મનાય છે.
બોટાદ જિલ્લા પાસે આવેલું સાળંગપુર ગામમાં મંદિરમાં કહેવામાં આવે છે કે જો ભૂત પ્રેત ભગાડવું હોય તો,એક જ વખત હનુમાન દાદાના દર્શને લઈ આવો અને ભૂત પ્રેત જડમૂળમાંથી ભાગી જાય છે.
કાળી ચૌદસના દિવસે આ મંદિરમાં લાખો લોકો દર્શન કરવા માટે આવે છે. ભૂત પ્રેત માટે આ મંદિર માટે એવી કહેવત છે કે ભૂત પ્રેત આત્મા થી પીડિત લોકો આ મંદિરમાં આવવાથી મંદિરનું પરિસર ધ્રુજવા લાગે છે.અને હનુમાનજીની મૂર્તિના દર્શન માત્રથી ભૂત પ્રેત ભાગી જાય છે.
મંદિરમાં ચાલી રહેલો ધુમાડો અને સતત મંત્રજાપથી ભુરે હંમેશાં એ માટે ભાગી જાય છે.સાળંગપુર મંદિર આશરે 151 વર્ષ કરતાં પણ વધારે જૂનું છે.
આવો જાણીએ આ મંદિરની મૂર્તિ પાછળનો એક રસપ્રદ ઇતિહાસ
સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત શ્રી ગોપાલ દાસ સ્વામી સારંગપુર પધાર્યા.ત્યાં વાઘા ખાચર તેમને ગામ બહાર ધાર પાસે લઈ ગયા ત્યાં સ્વામી વાઘા ખાચર પૂર્વજો જેમણે વીરગતિ પ્રાપ્ત કરેલી તેમના પાળિયા જોયા.પછી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે દરબાર આમાં હનુમાનજીની મૂર્તિ કંડારીને તો શું થાય?
ત્યારબાદ વાઘા ખાચરે સ્વામીને સહમતી આપી. ત્યારબાદ તે પાડ્યો દરબારમાં લવાયો અને સ્વામીશ્રીએ હનુમાનજી નું ચિત્ર બનાવ્યું.અને એક કડીઓ બોલાવવામાં આવ્યો અને કહ્યું કે આમાં એવી મૂર્તિ કંડારી છે કે વિશ્વમાં તેની બોલબાલા થાશે.
ત્યારબાદ આ મૂર્તિને વિક્રમ સંવત ૧૯૦૫ના આસો વદ પાંચમના દિવસે સાળંગપુર માં સ્થાપિત કરવામાં આવી.આ ભવ્ય મહોત્સવમાં વૈદિક વિધીઓં કરીને શ્રી કષ્ટભંજન દેવની સ્થાપના કરવામાં આવી.અને આરતી ઉતારતા ગોપાળાનંદ સ્વામીએ લાકડીને પોતાની દાઢી સાથે ટેકવીને મૂર્તિ સામે ત્રાટક વિધિ કરતા ઊભા છે. અને ઉભા ઉભા કે સંકલ્પ કરે છે કે આ મૂર્તિમાં હનુમાનજી પધારો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.