પ્રેમનો કરુણ અંજામ: દવા પીઈને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું, પ્રેમિકાએ દવા પીધી પરંતુ પ્રેમીએ કર્યું એવું કે…

હાલમાં એક એવો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં રાધનપુરમાં એક સગીર વયની દીકરીને તેના ભાઈના પરિણીત સાઢું સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા અને બંનેના…

હાલમાં એક એવો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં રાધનપુરમાં એક સગીર વયની દીકરીને તેના ભાઈના પરિણીત સાઢું સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા અને બંનેના લગ્ન શક્ય ન હોવાથી બંનેએ આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. જેને લઈને પહેલા સગીરાએ દવા પીધી હતી જેથી તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ યુવકનો વિચાર બદલાઈ ગયો અને તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જયારે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.

ત્યારબાદ આરોપીને પોલીસ દ્વારા ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. રાધનપુરના મઘાપુરા વિસ્તારમાં રહેતી સગીર વયની દીકરીને તેના ભાઈના સાઢું સાથે પ્રેમ સંબંધ હોવાથી અને બન્ને કોઈને જાણ કર્યા વગર જ ઘરેથી ભાગી ગયા હતા. સવારે આ બાબતની જાણ થતાં પરિવાર દ્વારા સગીરાની શોધ ખોળ કરવામાં આવી હતી. પરંતુ, તેની કોઈ જાણ ન થતા છેવટે પરિવાર દ્વારા રાધનપુર પોલીસ મથકે ગુમ સુદાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ અંગે પોલીસ ફરિયાદ બાદ પરિવારમાં સગીરાના ભાઈનો સાઢું જે પરિણીત હોવાથી પાંચાભાઈ ઠાકોર તે સગીરાને ભગાડી ગયો હોવાની શંકા જતા પરિવારે પાંચાભાઈ ઠાકોરના ઘરે તપાસ કરતા તે પણ ઘરે હતો નહી. તે બાબતની જાણ પરિવારને થતા સમગ્ર ઘટના પોલીસને જણાવતા પોલીસ દ્વારા પાંચાભાઈ ઠાકોરની શોધ ખોળ કરી ઝડપી પાડવામાં આવ્યો હતો અને પોલીસ મથકે લાવી પૂછપરછ કરવામાં આવી હતી.

જેથી તે સંપૂર્ણ રીતે ભાંગી પડ્યા અને સમગ્ર વિગત જણાવી હતી. જેમાં તેમણે સગીરા સાથે તેને પ્રેમ સંબંધ હોવની કબૂલાત પણ કરી હતી. આ ઉપરાંત તે ભાગીને રાજકોટ તરફ ગયા હતા અને તે યુવક પરણેલો હોવાથી લગ્ન થવા શક્ય ન લાગતા આ બન્ને દ્વારા આત્મહત્યા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઝેરી પ્રવાહી પીવાનું નક્કી કરેલું અને સગીર વયની દીકરીએ પ્રથમ દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું.

પરંતુ, ત્યારબાદ પરિણીત યુવકનો ઈરાદો બદલાઈ જતા તેને આત્મહત્યા કરી નહી અને સગીરાની લાશને ત્યાં જ મૂકી ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત રાજકોટ તરફ અનેક વિસ્તારોમાં સગીરાને ફેરવી તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું હોવાની કબૂલાત આરોપી પાંચાભાઈએ કરતા પોલીસ દ્વારા દુષ્કર્મ આત્મહત્યા માટે દુષ પ્રેરણા અંગેની કલમ અંતર્ગત ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *