Learning Licence New Rule: રાજ્યની RTO સિસ્ટમમાં સુધારો કરાયો છે. હવે લાઇસન્સ ધારકો માટે નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. જે બાદ લર્નિંગ લાઇસન્સ સરળતાથી મળી રહેશે. લાયસન્સ(Learning Licence New Rule) માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી પરીક્ષા માટે કુલ 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા હોવાનો નિયમ હતો.
જેમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે 9 પ્રશ્નોના સાચા જવાબો હશે તો પણ લર્નિંગ લાયસન્સ મળી જશે. આ અંગે વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેથી હવે જનતાને લર્નિંગ લાઇસન્સ મેળવવું સરળ રહેશે. આ અંગે ગુજરાત ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા જણાવાયું કે, લર્નિંગ લાયસન્સની કોમ્પ્યુટર પરીક્ષા પાસ થવા માટે કુલ-૧૫ પ્રશ્નોમાથી ૧૧ પ્રશ્નોના સાચા જવાબ આપ્યુંથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવાની પદ્ધતિ અમલમાં છે.
જેથી કે હવે લર્નિગ લાઈસન્સ મેળવવું સરળ બનશે. વાહન વ્યવહાર વિભાગના તા.૦૧/૦૭/૨૦૨૪ ના રોજ જાહેર કરેલા પત્ર અનુસાર કેન્દ્રીય મોટર વાહન નિયમો, ૧૯૮૯ ના નિયમ-૧૧(૪) અનુસાર, હવેથી ૧૫ પ્રશ્નોમાંથી ૯ પ્રશ્નોના સાચા જવાબ આવ્યા બાદ લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુમાં જણાવ્યું હતું કે નિયમો બદલવાનો હેતુ એ છે કે ઓછું ભણતર ધરાવતા અથવા સારી રીતે વાંચી ન શક્તા લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન તેમની ડ્રાઇવિંગ કુશળતા દર્શાવીને લર્નિંગ લાયસન્સ મેળવવામાં મદદ કરવાનો છે. જેથી કે ઓછા અભ્યાસ ધરવતા લોકો પણ લર્નિગ લાઈસન્સની પરીક્ષા પાસ કરીને લાઈસન્સ મેળવી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App