Surat Leopard News: સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તાર અને જુદા જુદા ગામોમાં દીપડો દેખાવાની ઘટના સામાન્ય રીતે રોજે રોજ પ્રકાશમાં આવે છે. ત્યારે સુરતના શહેરની (Surat Leopard News) હદ વિસ્તારમાં આવેલા ભાટપોરમાં તાપી નદી કિનારે દીપડો દેખાયો હતો. જેના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જે બાદ સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગે જાણ કરતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ 3 જગ્યાએ પાંજરા ગોઠવ્યા હોવાનું સામે આવ્યું છે.
ભાટપોર વિસ્તારમાં દીપડો દેખાતા ખેડૂતોમાં ભય ફેલાયો
મળતી વિગત મુજબ, ભાટપોરવિસ્તાર આસપાસ દીપડાએ દેખાઈ દેતા સ્થાનિક પ્રજાજનોમાં ભયનું જોવા મળ્યું હતું અને દીપડા અંગે વેન વિભાગને જાણ કરવામાં આવતા હાલ પાંજરું ગોઠવવામાં આવ્યું છે.
સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતમાં દીપડા દેખાયા હોવાના અહેવાલો અવાર નવાર સામે આવતા રહે છે. પરંતુ આ ઘટનાના પગલે ખેતરમાં કામ કરતા ખેત મજૂરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
વન વિભાગ આવ્યું હરકતમાં
વન વિભાગના અધિકારીઓએ જે જગ્યાએ દિપડો દેખાયાના વાવડ મળ્યા હતા તે જગ્યા પર ફૂટમાર્ક એકઠા કરી તેની તપાસ હાથ ધરી છે.તેમજ વન વિભાગ દ્વારા હાલ જે જગ્યાએ દિપડો જોવા મળ્યો છે તે જગ્યા પર દિપડાને પકડી પાડવા પાંજરૂ મુકવામાં આવ્યું છે.
જો કે ભાટપોર ખાતે આવેલ કંપનીના ગોડાઉનના સીસીટીવીમાં પણ દીપડો દેખાયો હોવાની વાત સામે આવી છે.જો કે સદનસીબે કોઈ જાનહાનીના બનાવ સામે આવ્યો નથી. અત્યાર સુધી ખેતી અને જંગલિય વિસ્તારો તો ઠીક પરંતુ હવે રહેણાંક વિસ્તારમાં દીપડો દેખા દેતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App