Ayodhya Aastha Special Train: અયોધ્યામાં ઐતિહાસિક અને ભવ્ય રામ મંદિરની જ્યારથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે દૈનિક ધોરણે ભારે જનમેદની ઉમટી રહી છે. દેશ-વિદેશના વિવિધ સ્થળોથી રામભક્તો ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ભગવાન શ્રીરામના દર્શન(Ayodhya Aastha Special Train) કરવા માટે અયોધ્યા જઈ રહ્યા છે. જો તમે પણ ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક ખુશીના સમાચાર છે.
અમદાવાદથી અયોધ્યા ટ્રેન:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રભુશ્રી રામ પ્રત્યેની અડગ શ્રદ્ધા અને સમર્પણના પરિણામે અયોધ્યાના ભવ્ય રામમંદિર માં રમલલ્લા બિરાજમાન થયા છે. આ ભવ્ય રામમંદિરના દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી અયોધ્યા જઈ શકે તેવા ઉમદાવા હેતુથી અમદાવાદ થી અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.
CMએ આપી શુભકામના:
આ પ્રસંગે અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી અને તેમને સફળ યાત્રાની શુભેચ્છાઓ આપી હતી. અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામ લલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આનંદ છલકાઈ રહ્યો હતો. આ તકે સાબરમતી રેલવે સ્ટેશન પરનો સમગ્ર માહોલ ટ્રેન પ્રસ્થાન અવસરે રામમય બની ગયો હતો. મહત્વપૂર્ણ છે કે, આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, તેમજ અમદાવાદ શહેરના ધારાસભ્યો, પ્રભારી સંજય પટેલ, સહ કોષાધ્યક્ષ અને સહપ્રભારી ધર્મેન્દ્ર શાહ તેમજ અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સહિતના નેતાઓએ શ્રદ્ધાળુઓનું અભિવાદન કર્યું હતું અને તેમની શુભ યાત્રામાં માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું ટ્વીટ
‘આસ્થા’ ટ્રેનની શરૂઆતને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરી લખ્યુ હતું કે, ‘માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થતા કોટિ કોટિ શ્રદ્ધાળુઓ રામ લલ્લાના દર્શને જવા આતુર બન્યા છે. રામભક્તોને અયોધ્યાજી દર્શને લઈ જતી સ્પેશ્યલ ટ્રેનને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી ફ્લેગ ઑફ કરાવ્યું. સૌ શ્રદ્ધાળુઓને સુખમય યાત્રાની શુભકામનાઓ. જય શ્રી રામ.’
મહત્વપૂર્ણ છે કે, ગત 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત ભગવાન શ્રીરામ મંદિરમાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં દેશ વિદેશમાંથી ભાવિકો ઉમટી પડ્યા હતાં. પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં ભાવિકો રામલલાના દર્શને જઈ રહ્યાં છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube