Gurugram Police News: ગયા મંગળવારના રોજ ગુરુગ્રામથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં લૂંટ રોકવા માટે ગયેલી પોલીસને જ લૂંટી (Gurugram Police News) લેવામાં આવી હતી. એવામાં ગુનાખોરોની હિંમત કેટલી વધી રહી છે તે આ ઘટના પરથી જાણી શકાય એમ છે.
અધિકારીઓએ મંગળવારના રોજ જણાવ્યું હતું કે અહીંયા બંદૂકની અણીએ પોલીસ ટીમને લૂંટવાની કોશિશ કરવાના આરોપમાં ત્રણ લોકોને ધરપકડ કરવામાં આવી છે. પલવલ નિવાસી મોસીન ખાન અને સલીમ ખાન અને ગુરુગ્રામથી જીતેન્દ્રને સોમવારે પકડી પાડવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમની પાસેથી એક ગેરકાયદેસર પિસ્તોલ અને જીવતી કારતુસ અને એક ડંડો મળી આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર સોમવારની રાત્રે ડીપીજી કોલેજ સેક્ટર 72 પાસે લૂંટ ચલાવવામાં આવી છે તેવી ફરિયાદ મળી હતી. એવામાં જ્યારે સેક્ટર 39 ના પોલીસ પ્રભારી વિશ્વ ગૌરવના નેતૃત્વમાં એક પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી, તો એક આરોપીએ ટોર્ચ બતાવી પોલીસની કારણે રસ્તામાં જ થોભાવી દીધી હતી.
પોલીસે જણાવ્યું કે જ્યારે પોલીસને તેમને રોક્યા તો ત્રણેય લોકોએ પોલીસને જ લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. ગુરુગ્રામ પોલીસના એક પ્રવક્તાએ કહ્યું કે ધરપકડ કરવામાં આવેલ લોકોનો ભૂતકાળ પણ ગુનાહિત છે. હવે કહેવામાં આ પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક ફરિયાદ નોંધવામાં આવી છે.
જણાવી દઈએ કે ઘણી વખત એવી ઘટનાઓ બને છે જ્યારે કોઈ પોલીસ અધિકારી વર્દીમાં ન હોય ત્યારે અપરાધી તેને ઓળખી શકતા નથી અને તેમને જ લૂંટવાની કોશિશ કરે છે. જોકે અપરાધીઓને પોલીસને ઓળખવામાં ચૂક્ક થઈ ગઈ અને તેઓ પકડાઈ ગયા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App