હાલમાં રાજ્યમાં આવેલ આણંદ જીલ્લામાંથી એવી ઘટના સામે આવી રહી છે કે, જેને જાણીને તમારું હ્રદય કંપી ઉઠશે. આણંદ જીલ્લાનાં ઉમરેઠ તાલુકામાં આવેલ લાલપુરા-સાવલી રોડ નજીક મહીસાગર બ્રિજ પરથી કુલ 2 વર્ષ પહેલાં ફક્ત 6 વર્ષીય દીકરીને નીચે ફેંકી મોતને ઘાટ ઉતારી દેનાર માતાને આણંદ જિલ્લા કોર્ટ દ્વારા હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
આં સાથે જ 5,000 રૂપિયાનો દંડ તેમજ જો દંડ ન ભરે તો વધુ કુલ 6 મહિનાની સાદી કેદની સજા ભોગવવાની રહેશે. ઉમરેઠના અહીમા વિસ્તારમાં રહેતી પરણિતા રમીલાબેનના લગ્ન આંકલાવડીમાં પ્રવિણ પરસોત્તમ રોહિત સાથે થયા હતા. તેમને સંતાનમાં 4 વર્ષીય મયુર નામનો દીકરો તથા ફક્ત 6 વર્ષીય દીકરી સુહાની હતા.
વર્ષ 2018માં 13 નવેમ્બરે ઘરકંકાસથી કંટાળીને પોતાની ફક્ત 6 મહિનાની દીકરીને લાલપુરા-સાવલી રોડ પર આવેલ મહીસાગર બ્રિજ પરથી નીચે ફેંકી દીધી હતી. જેમાં બાળકીનું મોત થયું હતું. આ ઘટના અંતર્ગત ઉમરેઠ પોલીસ દ્વારા અજાણી મહિલાની વિરૂદ્ધ ગુનો નોંધીને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન તપાસમાં બ્રિજ પરથી ફેંકવાથી મોય નીપજતાં તેની માતા રમીલાએ જ નીપજાવ્યું હોવાનો ખુલાસો થયો હતો. જેને કારણે ઉમરેઠ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધીને રમીલાની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ આણંદ જિલ્લા કોર્ટમાં ચોથા એડિશ્નલ સેસન્સ જજ એસ.એ. નકુમની કોર્ટમાં ચાલી ગયો હતો.
કોર્ટે ટાંક્યું… ઘટના પરથી તેણી કેટલી નિર્દયી છે તે સાબિત થાય છે :
સરકારી વકીલ એમ.એન. પટેલ દલીલો કરતાં જણાવે છે કે, સમગ્ર કેસમાં માતા હત્યાના કેસમાં દોષિત સાબિત થાય જેથી સમગ્ર સમાજમાં દાખલો બેસે એની માટે સજા થાય તે ખુબ જરૂરી છે. જેના ઉત્તરમાં કોર્ટ પણ દલીલોને ગ્રાહ્ય રાખીને ખાસ ટાંક્યું હતું. પોતે એક મહિલાની સાથે જ માતા પણ છે.
માનવ અથવા તો પ્રાણી હોય, માતા પોતાના સંતાનો માટે હંમેશા હૃદયથી પ્રેમ ધરાવીને કુણુ વર્તન દાખવે છે. કોઈપણ માતા પોતાની ફક્ત 6 મહિનાની બાળકીને કોઈપણ જાતના વાંક વિના આ રીતે પુલ પરથી નીચે નાંખી મૃત્યુ નીપજાવે તે સંભવ નથી.
કપડાં ન લાવી આપતાં માથાકુટ થઈ હતી :
વર્ષ 2018ની દિવાળીમાં આરોપી મહિલા અને તેના બંને સંતાનો મયુર તથા સુહાનીના કપડાં લાવેલા ન હોવાંથી પતિ સાથે મહિલાની ઝઘડો થયો હોવાનું જણાવતાં તત્કાલિન PST આર.એન. ખાંટે કહે છે કે, તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પિયર પિતાની જાણ જોવાનું કહીને નીકળી ગઈ હતી. નદીના બ્રીજનાં ત્રીજા પીલર પરથી બાળકીને ફેંકી દેવામાં આવી હતી.
પરિવારજનોને ટાઈફોઈડથી મૃત્યુ પામી હોવાનું જણાવ્યું :
13 નવેમ્બરે પરણિતા તેના દીકરાને લઈ તેમના ભાઈ રમણભાઈના ઘરે ગઈ હતી. જ્યારે તેણે તેમને પુત્રી સુહાની અંગે પૂછવામાં આવ્યું ત્યારે રમીલાબેન જણાવે છે કે, સુહાનીનું મોત એક સપ્તાહ પહેલાં ટાઈફોઈડને લીધે થયું હતું. તેણી ફક્ત 6 મહિનાની હોવાંથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હોવાનું કોઈને કંઈ જાણ કર્યા વગર દફનવિધિ કરવામાં આવી હતી.
ત્યારબાદ અજાણી બાળકી બ્રિજ નીચેથી મળ્યા પછી તેના પોસ્ટર સમગ્ર ઉમરેઠ તાલુકામાં લગાવવામાં આવ્યા હતા. રમણભાઈએ પોસ્ટર જોયા પછી પોલીસનો સંપર્ક કરીને બ્રિજ નીચેથી મળી આવેલ બાળકી પોતાની ભાણી હોવાનું જણાવ્યું હતું. જેને કારણે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle