જીવન નિર્વાહ ચલાવવા ટયુશન ક્લાસીસના શિક્ષકો બન્યા સિઝનલ ધંધાના વેપારી

સુરત શહેરમાં COVID-19નાં લીધે ટયુશન ક્લાસ ઉપરનો પ્રતિબંધ હાલ સુધી પણ હટાવવામાં નહી આવતાં ટયુશન ક્લાસીસનાં શિક્ષકોની રોજગારી બંધ થઈ ગઈ છે. ઓનલાઈન પણ વિદ્યાર્થીઓ…

સુરત શહેરમાં COVID-19નાં લીધે ટયુશન ક્લાસ ઉપરનો પ્રતિબંધ હાલ સુધી પણ હટાવવામાં નહી આવતાં ટયુશન ક્લાસીસનાં શિક્ષકોની રોજગારી બંધ થઈ ગઈ છે. ઓનલાઈન પણ વિદ્યાર્થીઓ ટયુશન ન આવતાં હોવાં સાથે ફીનાં પણ ધંધાયી હોવાનાં લીધે ટયુશન ક્લાસીસનાં શિક્ષકોને જીવન નિર્વાહ કરવો  બહુ મુશ્કેલ બની ગયો છે.

ટયુશન ક્લાસીસ બંધ થઈ જતા ક્લાસીસનાં શિક્ષકો હાલ સિઝનલ ધંધા બાજુ વળ્યા છે. વિદ્યાર્થીઓને શિક્ષણનાં પાઠ ભણાવતાં શિક્ષકો હાલ અલગ અલગ વ્યવસાય કરીને પોતાનાં પરિવારજનોનું ભરણ પોષણ કરવા માટે મજબુર બની ગયાં છે.

માર્ચ માસથી COVID-19 ચાલુ થયું ત્યારથી બીજા વ્યવસાય સાથે ટયુશન ક્લાસીસ પણ બંધ કર્યા છે. લોકડાઉન પછી હાલ સુધીમાં 4 અનલોક થઈ ગયાં છતાં પણ ટયુશન ક્લાસીસ ઉપરથી પ્રતિબંધ હટયા નથી. છેલ્લા 6 મહિનાથી ટયુશન ક્લાસ બંધ છે ઓનલાઈન માંડ 10 થી 20 % વિદ્યાર્થી આવે છે પણ ફીનાં ધંધાયી છે જેનાં લીધે શિક્ષકો ટયુશન છોડી બીજા ધંધો કરવા માટે બધા મજબુર બન્યા છે.

ખરવરનગરમાં ટયુશન ક્લાસીસ ચલાવતાં શૈલેષ જરીવાલાનાં ક્લાસીસ બંધ હોવાનાં લીધે તેઓએ વેજ કેટરીંગનો ધંધો ચાલુ કર્યો છે. પતિ અને પત્ની બંનેને જમવાનું બનાવવાનો શોખ હતો તેમજ તેઓએ તેને ધંધામાં પરિવર્તિત કરી દીધો છે. શ્રાવણ મહિનામાં ફરાળી વાનગી પછી અત્યારે અધિક મહિનામાં બ્રહ્મ ભોજન તેમજ ભાણેજ ભોજન  સાથે બીજી વેજ વસ્તુ બનાવીને નવો જ રોજગાર ચાલુ કર્યો છે તેમજ હાલ ધીમે ધીમે વ્યવસાય જામી પણ રહ્યો છે.

આ જ રીતે ભાઠેનામાં ટયુશન કલાસીસ ચલાવતાં ક્રિષ રાણાએ કહ્યું છે કે, લોકડાઉન પછી એક પણ રૂપિયાની આવક ન થતાં ઘર ચલાવવાની મુશ્કેલી ચાલુ થઈ હતી. આમાં સુરતીઓની સવાર ખમણ સાથે સમાસાથી પડતી હોવાનાં લીધે અમે સમોસા બનાવવાનું ચાલુ કર્યું હતું. બળેવ વખતે સમોસાની રોટલી તેમજ સમોમાસ બનાવવાનો ધંધો ચાલુ કર્યો તે હાલ ઘણા ઓર્ડર મળી રહ્યાં છે. સમોસાની રોટલી સાથે સમોસા ઓર્ડર અનુસાર બનાવીને સપ્લાય અમે કરી રહ્યાં છે.

સોનિફળીયામાં ટયુશન કલાસીસ ચલાવતાં શૈલેષ કાપડીયાએ કહ્યું છે, ટયુશન ક્લાસીસ ક્યારે ચાલુ થશે તે હજુ નક્કી ન હોવાથી મેં સિઝનલ મીઠાઈ બનાવવાનું ચાલુ કર્યું હતું. મારી પત્ની મીઠાઈ સારી બનાવતી હતી જેથી અમે ઓર્ડરથી મીઠાઈ બનાવવાનું ચાલુ કર્યું છે. આવનાર દિવસોમાં ચંદની પડવો હોવાનાં લીધે અમે ઘારી બનાવીને વેચાણ કરીશું. અત્યારે ટયુશન ક્લાસીસ જ્યાં સુધી ચાલુ નહી થાય ત્યાં સુધી અલગ અલગ મીઠાઈ બનાવીને પરિવારજનોનું ભરણપોષણ કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *