ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદ(Heavy rain) ખાબકી શકે તેવી આગાહી હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાત કરવામાં આવે તો દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 5 જુલાઇથી 9 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. હાલ પશ્ચિમ બંગાળમાં સર્જાયલા લૉ પ્રેશર(Low pressure)ની અસર ગુજરાત પર જોવા મળશે.
5 જુલાઈએ આ વિસ્તારમાં ખાબકશે વરસાદ:
તો બીજી તરફ આજે 5 જુલાઈના રોજ રાજ્યમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજ રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકશે અને સાથે નવસારી, દમણ, વલસાડ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને અમરેલીમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગિર સોમનાથ તથા દીવમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
6 જુલાઇએ પણ મેઘરાજા થશે મહેરબાન:
જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગામી 6 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં અતિ ભારે તેમજ વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ તથા પોરબંદર, ભાવનગર, ગિર સોમનાથ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
7 જુલાઇએ પણ વરસશે મુશળધાર વરસાદ:
7 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં હળવાથી ભારે તથા વલસાડ તથા નવસારીમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
8 જુલાઈએ પણ કરાઈ વરસાદની આગાહી:
હવામાન વિભાગ દ્વારા 8 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારે તેમજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે, જેના પગલે અહીં લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપી દેવામાં આવી છે.
9 જુલાઈએ પણ આ વિસ્તારોમાં વરસશે વરસાદ:
9 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે અને કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાર દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે કે, દક્ષિણ ગુજરાતના માછીમારોને 5 જુલાઇના રોજ દરિયો નહીં ખેડવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે 6 જુલાઇના રોજ રાજ્યના સમગ્ર દરિયાકાંઠા વિસ્તારના માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી આપી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
One Reply to “આજથી સતત 5 દિવસ સુધી ગુજરાતમાં ભુક્કા કાઢશે વરસાદ- હવામાન વિભાગની મોટી આગાહી”