ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વીજળી પડવાને કારણે રવિવારના રોજ 68 લોકોના મોત નીપજ્યા છે. ઉત્તરપ્રદેશમાં 41 લોકો, રાજસ્થાનમાં 20 લોકો અને મધ્યપ્રદેશમાં કુલ 7 લોકોના વીજળી પડવાના કારણે મોત થયા છે. ઉત્તરપ્રદેશમાં વીજળી પડવાને કારણે મોતનો આંકડો સૌથી વધારે જોવા મળી રહ્યો છે. સૌથી વધારે મોત ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં થયા હોવાનું જાણવા મળ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર સંવેદના વ્યક્ત કરી છે અને મૃતકના પરિવારને સહાય આપવા માટેનું એક મોટી જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટ કરીને સહાય અંગેની જાણકારી આપવામાં આવી છે. PMNRFમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઈજ્ગ્રસ્ત થયેલા લોકો માટે 50 હજાર રૂપિયાની જાહેરાત કરી છે.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં કુલ 14 ના લોકોના મોત થયા છે. જયારે ફતેહપુર અને દેહાતમાં 5 લોકોના મોત થયા છે. કૌશાંબીમાં 4 લોકોના મોત થયા છે. ફિરોઝાબાદમાં 3 લોકોના મોત થયા છે. ઉન્નાવ, હમીરપુર, સોનભદ્રામાં 2 લોકોના મોત થયા છે. કાનપુરના પ્રતાપગઢ, હરદોઈ અને મિર્ઝાપુરમાં 1-1 વ્યક્તિના મોત થયા છે. ઉત્તરપ્રદેશમાં 22 લોકો ફસાયા છે અને સાથે 200થી વધુ મવેશિયોના મોત થઇ ચુક્યા છે. આ અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક સહાયતા રકમ જાહેર કરવાના આદેશ આપી દીધા છે. રવિવારના રોજ અહીની સ્થિતિ ખરાબ થવાને કારણે અનેક જગ્યાએ વીજળી પડવાને કારણે અનેક લોકોના મોત થયા છે.
મળતી માહિતી અનુસાર, જયપુરમાં 11 લોકોના મોત થયા છે, ઘોલપુરમાં 3 લોકોના મોત થયા છે, કોટામાં 4 લોકોના મોત થયા છે, ઝાલાવાડમાં 1 વ્યક્તિનું મોત થયું છે. મૃત્યુ પામેલા પરિવારજનોને રાજસ્થાનની સરકાર તરફથી 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી 4 લાખ ઈમરજંસી રિલિફ ફંડથી અને અન્ય 1 લાખ સીએમ રિલિફ ફંડથી સહાય આપવામાં આવશે. જે લોકોના વીજળી પડવાને કારણે મોત થયા છે તેમના માટે સીએમ અશોક ગહેલોતે પણ દુ:ખ વ્યક્ત કર્યું છે.
24 કલાકમાં 7 લોકોના મોત વીજળી પડવાથી થયા હોવાનું જાણવા મળ્યું છે. શ્યોપુર અને ગ્વાલિયરમાં વીજળી પડવાને કારણે ૨ લોકોના મૃત્યુ થયા છે. જયારે આ સિવાય અનુપપૂર, શિવપુરી અને બૈતૂલમાં એક એક વ્યક્તિના મૃત્યુ થયા હોવાની માહિતી મળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.