લગ્નની વર્ષગાંઠ ઉજવી રહ્યું હતું કપલ, અચાનક વીજળી પડતા દંપત્તિ સહીત ત્રણના મોત

Published on: 6:28 pm, Sat, 6 August 22

વોશિંગ્ટન(Washington): વ્હાઇટ હાઉસ(white house) પાસેના પાર્કમાં શુક્રવારે એક વૃદ્ધ દંપતી તેમની 56મી મેરેજ એનિવર્સરી (Anniversary)ની ઉજવણી કરી રહ્યું હતું. આ દરમિયાન પાર્કમાં અચાનક વીજળી પડી અને વર્ષગાંઠની ઉજવણી કરી રહેલા એક વૃદ્ધ દંપતી સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ગુરુવારે સાંજે વ્હાઇટ હાઉસની સામેની શેરી તરફના નાના પાર્ક લાફાયેટ સ્ક્વેર પર વીજળી પડી હતી. જેના કારણે બે પુરૂષ અને બે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે. તમામ પીડિતોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ શુક્રવારે સવારે ડોકટરોએ 75 વર્ષીય ડોના મુલર અને 76 વર્ષીય જેમ્સ મુલરને મૃત જાહેર કર્યા હતા.

જાણવા મળ્યું છે કે, આ વૃદ્ધ દંપતિ હાઇસ્કૂલથી સાથે હતા અને તેમની લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવા અહીં આવ્યા હતા. ત્યારબાદ શુક્રવારે, 29 વર્ષીય ઇજાગ્રસ્ત ત્રીજા વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત યુએસ સિક્રેટ સર્વિસ અને પાર્ક પોલીસના અધિકારીઓ ઘાયલોને પ્રાથમિક સારવાર આપવા માટે દોડી આવ્યા હતા.

આ અંગે ઘટનાસ્થળે હાજર ડેવિડ રૂટે કહ્યું કે, મેં ભયંકર અવાજ સાંભળ્યો. મેં મારા આખા જીવનમાં આવું ક્યારેય જોયું નથી. ઈજાગ્રસ્ત લોકો હલનચલન કરી શકતા ન હતા. જેથી સ્થળ પર હાજર લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.