ગુજરાત(gujarat): ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections)ને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. આમ આદમી પાર્ટી(AAP)ના તમામ દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તા ચૂંટણી પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આમ આદમી પાર્ટી દેશની એકમાત્ર દેશભક્ત અને ઇમાનદાર પાર્ટી છે જે ગુજરાતનાં પરિવર્તન માટે,લોકોની સેવા કરવા માટે જનતા પાસે એક મોકો માંગી રહી છે. તેથી, આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તા છેલ્લા ઘણા મહિનાઓથી રોડ શો, તિરંગા યાત્રા, પરિવર્તન યાત્રા, ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન અને પદયાત્રા જેવા અનેક કાર્યક્રમોનાં માધ્યમથી અરવિંદ કેજરીવાલજીની ગેરંટીની માહિતી જનતા સુધી પહોંચાડવા માટે કામ કરી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી(Punjab Chief Minister) ભગવંત માન(Bhagwant Mann) અત્યારે ગુજરાતના પ્રવાસે છે. ભગવંત માનએ આજે લીમખેડા, દેવગઢ બારીયા, છોટા ઉદેપુર ખાતે આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ આજે લીમખેડા, દેવગઢ બારિયા, છોટા ઉદેપુર ખાતે આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આમ આદમી પાર્ટી જ્યાં પણ જઈ રહી છે ત્યાં લોકો પરિવર્તનની માંગ કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટીને જંગી સમર્થન આપી રહ્યા છે. તેથી જ આ વખતે જનતાએ રાજ્યમાં પરિવર્તન લાવવાનું નક્કી કર્યું છે. ગુજરાતની જનતા 27 વર્ષના ભ્રષ્ટ ભાજપના શાસનથી થાકી ગઈ છે. જનતા ભ્રષ્ટાચાર, મોંઘવારી, ખરાબ રસ્તા, પાણી-વીજળીની સુવિધા ન મળવાના કારણે ઘણી હેરાન છે. સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની આંધી ચાલી રહ્યી છે. આમ આદમી પાર્ટી ગુજરાતના દરેક જિલ્લા, દરેક ગામ, દરેક મોહલ્લા સુધી પોતાની ગેરંટી પહોંચાડી રહી છે.
આજે હું તમને સૌને સૌથી મહત્વની વાત જણાવવા માંગુ છું કે, ચૂંટણીના દિવસે જ્યારે તમે વોટ આપવા જશો, ત્યારે એ ન જોતા કે કોઈ બટન કમળનું છે કે પંજાનું છે કે ઝાડુનું છે. બસ એ જો જો કે તે બટન તમારા અને તમારા બાળકોના ભવિષ્યનું બટન છે. જો તમે ખોટું બટન દબાવી દીધું તો તમારા અને તમારા બાળકોના બીજા 5 વર્ષ બરબાદ થઈ જશે. જેવી રીતે પાછલા 27 વર્ષ બરબાદ થઇ ગયા. અમે તમને ગેરંટી આપીએ છીએ કે જો તમે ઝાડુ વાળું બટન દબાવ્યું તો તમારી અને તમારા બાળકોની કિસ્મત ચમકી જશે
અમે સર્વેમાં નથી આવતા, અમે સીધા સરકારમાં આવીએ છીએ. પંજાબમાં સરકાર બનશે તેવું કોઈ સર્વેમાં દર્શાવાયું ન હતું. દિલ્હીમાં 67 સીટો આવશે એવું કોઈ સરકારે બતાવ્યું નથી. અહંકારી નેતાઓને હું કહેવા માંગુ છું કે જ્યારે જનતા ઈચ્છે છે ત્યારે નેતા અર્શ પર અને જ્યારે જનતા ઈચ્છે છે ત્યારે નેતા ફર્શ પર હોય છે. ભાજપ સાથે તમને 27 વર્ષ થઇ ગયા છે, પરંતુ પહેલા તમારી પાસે વિકલ્પ નહોતો, પરંતુ હવે આમ આદમી પાર્ટીનો વિકલ્પ છે. દર વર્ષે ઝાડ પણ પાન બદલે છે, હવે તમે પણ બદલો. મને એક પત્રકારે પૂછ્યું કે તમે દિલ્હી અને પંજાબમાં ભાજપને કેવી રીતે હરાવ્યું? અમે દિલ્હી અને પંજાબમાં ઝાડૂ વડે કાદવ સાફ કર્યો, જેથી કમળ ઉગે જ નહીં.
બીજી પાર્ટીવાળાઓને લાગે છે કે તે લોકો પૈસા આપીને જનતાના વોટ ખરીદી લેશે. પરંતુ હું તેમને યાદ અપાવી દઉં કે જનતા નથી વેચાતી, માત્ર નેતાઓ વેચાય છે, જેવી રીતે કોંગ્રેસ પાર્ટીનાં નેતાઓ વેચાઈ જાય છે. ગુજરાતમાં જ્યારે કોઈને પૂછવામાં આવે કે આ વખતે ગુજરાતમાં શું જોઈએ છે? તો સૌ કહે છે કે આ વખતે માત્ર પરિવર્તન જોઈએ છે અને પરિવર્તનનો અર્થ છે આમ આદમી પાર્ટી. બીજી પાર્ટીઓને વોટ આપવો એ વોટની બરબાદી છે. અન્ય પાર્ટી તમારા વોટનો સોદો કરે છે. આજે આપણી પાસે જે મતદાર કાર્ડ છે તે આપણા દેશની આઝાદી માટે લડનારા શહીદોના કારણે મળ્યું છે. વોટનો સોદો કરવાનો અર્થ એ શહીદોનું અપમાન છે. પહેલા નેતાઓ જીતતા હતા અને લોકો હારતા હતા, પરંતુ હવે એવું નહીં થાય, સામાન્ય લોકોની સરકાર આવી રહી છે. આ વખતે મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતા તેમનો વોટ માત્ર આમ આદમી પાર્ટીને જ આપશે અને આ ચૂંટણીને ઐતિહાસિક ચૂંટણી બનાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.