છપરા(Chhapra): એક બાજુ સમગ્ર સૌરાષ્ટ્ર(Saurashtra)-બરવાળા(Barwala) થયેલ લઠ્ઠાકાંડ (Lattakand)ને કારણે સ્તબ્ધ છે. ત્યારે હવે ફરી આવો જ વધુ એક લઠ્ઠાકાંડ બિહારના છપરામાં થયો છે. જાણવા મળ્યું છે કે, બિહાર (Bihar)ના છપરામાં 24 કલાકમાં ઝેરી દારૂના કારણે 8 લોકોના મોત થયા છે. જયારે 12 લોકોએ તેમની આંખોની રોશની ગુમાવી છે.
મળતી માહિતી અનુસાર, બુધવારે પૂજા બાદ ગામના એક ડઝન લોકોએ દારૂ પીધો હતો. આ પછીથી 30થી વધુ લોકોની તબિયત ખરાબ હોવાનું કહેવાય છે, જેમાંથી 11 લોકોની આંખોની રોશની ગઈ છે. ત્યારે આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ આઠ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ગુરુવારે જિલ્લા મેજિસ્ટ્રેટ પણ ટીમ સાથે ગામમાં પહોંચ્યા હતા. આ દરમિયાન એવું પણ કહેવામાં આવ્યું હતું કે, પ્રથમદર્શી મૃત્યુ ઝેરી દારૂ પીવાથી થયું છે. હાલ આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
હાલમાં પટનાના પીએમસીએચમાં એક ડઝનથી વધુ લોકો દાખલ છે, જ્યારે કેટલાક લોકોની છપરા સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃત્યુ પામેલા આઠ લોકોની યાદીમાં ચંદન મહતો, કમલ મહતો, ધનીલાલ મહતો, રાજનાથ મહતો, ચંડેશ્વર મહતો, ઓમનાથ મહતો, સકલદીપ મહતો તેમજ ચંડેશ્વર મહતોનો સમાવેશ થાય છે.
હકીકતમાં, બિહારમાં સંપૂર્ણ દારૂબંધીનો કાયદો છે, પરંતુ તેમ છતાં રાજ્યની અંદર દારૂનું વેચાણ થાય છે. આમાં ઘણી વખત લોકો ઝેરી દારૂનું સેવન પણ કરે છે, જેના કારણે તેઓ પોતાનો જીવ ગુમાવે છે. દારૂબંધી બાદ રાજ્યમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ઝેરી દારૂના સેવનથી રોજેરોજ લોકોના મોત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ગેરકાયદેસર દારૂના વેચાણ પર પ્રતિબંધને લઈને સરકાર અને પોલીસ પ્રશાસનના તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.