ગુજરાત રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્યના રાજકારણમાં કોંગ્રેસને લઈને મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રો અનુસાર કોંગ્રેસ પાર્ટીમાં પણ મોટા ફેરફારો થઇ શકે છે તેવી પૂરી સંભાવનાઓ છે. AICCએ ગુજરાતમાં ગુપ્ત સર્વે કરાવ્યો છે. મળતી માહિતી અનુસાર GPCCને અંધારામાં રાખીને હાઈકમાન્ડનો દાવ રમી શકે છે.
સમગ્ર રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ ચકાસવા માટે તમામ કવાયત હાથ ધરવામાં આવી છે. ફક્ત કોંગ્રેસ પાર્ટીની જ સ્થિતિ નહિ પરંતુ તમામ કોંગ્રેસના નેતોની સ્થિતિ પણ ચકાસવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં કોંગ્રેસ હાઈકમાન્ડના સર્વેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.
હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં જાણવા મળ્યું છે કે, 2022ની વિધાનસભાની ચુંટણીમાં જુના ચહેરાને કોંગ્રેસ પાર્ટી આગળ નહિ કરે કે તેને અન્ય તક આપવામાં આવશે નહી. સાથે 2022ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટી આગામી સમયમાં તિભાશાળી નવા ચહેરાને જ કમાન સોંપે તેવી પુરેપુરી શક્યતાઓ કરવામાં આવેલ સર્વે દરમિયાન જાણી શકાય છે.
હાઈકમાન્ડના સર્વે દરમિયાન એક વાત કહી શકાય કે, 2022 ની ચુંટણીમાં નવા ચહેરાઓ અને સ્વચ્છ ઉમેદવારોને ઉતારી શકે છે. મળતી માહિતી અનુસાર,ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફાર થવાની પુરેપુરી સંભાવનાઓ જોવા મળી રહી છે. AICCના ગુપ્ત સર્વેથી GPCC પણ ચોંકી ગયું છે.
આગામી વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ ગુજરાતમાં સક્રિય બનવા જઈ રહી છે અને નવા નેતૃત્વ સાથે નવા ચહેરાઓ સાથે ઉમેદવારોને ઉતારી શકે છે. નવા નેતૃત્વ સાથે જ્ઞાતિ સમીકરણ પણ જોવામાં આવશે. યુથ કોંગ્રેસ-મહિલા કોંગ્રેસ બંને પાંખને મજબુત કરવા માટે તારણો આપવામાં આવ્યા છે.
રાહુલ ગાંધી ઓક્ટોબર મહિનામાં આવી શકે છે ગુજરાતમાં:
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઓક્ટોબર મહિનામાં ગુજરાતની મુલાકાતે આવી શકે છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનો ઓક્ટોબર મહિનામાં સમય માંગવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા સંયોજક વિધાનસભા દીઠ અને જિલ્લા દીઠ નિમણૂંક કરી તેઓને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ઓક્ટોબર મહિનાના બીજા અઠવાડિયામાં રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.