Lion Leap News: આપણે સામાન્ય રીતે સિંહ જોવા હોય તો ગીર જંગલમાં જવું પડતુ. જો કે આપણે સૌ જોઈ જાણીએ છીએ કે, જુનાગઢનુ સાસણગીર (Lion Leap News) સાવજોથી ભરેલું છે. પરંતું હવે ચિત્ર બદલાયું છે. સિંહો હવે પોતાના દાયરો વધારીને ગીર જંગલની બહાર નીકળ્યા છે. સિંહોની સીમા વિસ્તરી રહી છે. ત્યારે વધી રહેલા કોરિડોરને પગલે હવે સરકારે બૃહદ ગીરની જાહેરાત કરવાનું નક્કી કરી લીધું છે. ત્યારે શું છે આ બૃહદ ગીર તે જોઈએ.
બૃહદ ગીરની જાહેરાત ટૂંક સમયમાં થશે
સિંહોનો વિસ્તાર વધ્યો છે. બરડા, વેળાવદર અને કોડીનાર બોર્ડરથી સિંહો બહાર નીકળ્યા છે. વનરાજ જાતે જો પોતાના વિસ્તારનો વ્યાપ વધારી રહ્યાં છે. અત્યાર સુધી સિંહો 1500 ચોરસ કિલોમીટર કરતા ઓછા વિસ્તારમાં વિચરતા હતા.
પંરતું હવે તેઓ 30000 ચોરસ કિલોમીટરમાં ફેલાયા છે. જેને પગલે પોરબંદર અને જામનગરની વચ્ચે બરડાના ડુંગરથી લઈને બોટાદ સુધી બૃહદ ગીર બનાવવાની સરકારની યોજના છે.
બૃહદ ગીરથી થશે આ ફાયદો
બૃહદ ગીરથી ગીરનો વિસ્તાર મોટો થશે, આ વિસ્તાર મોટો થવાથી ટુરિઝમને વેગ મળશે. સાથે જ આ વિસ્તારમાં નવી રોજગારી આવશે. ગ્રામીણ વિસ્તારોમાં ખેતરમાં દીવાલ બનાવવાના સરકારી લાભ મળી શકે છે. રોજગારીનું સર્જન થશે.
ગીરના સાવજો હવે માત્ર ગીરના જંગલોમાં નહિ પણ સૌરાષ્ટ્ર આખામાં
ગીરના સાવજો માટે હવે ગીરનો પનો ટૂંકો પડી રહ્યો છે. બરડામાં, પાંચાળના ડુંગરાળ વિસ્તારોમાં ઘણા સમયથી ગીરના સિંહો વિહરતા જોવા મળી રહ્યા છે. ગીરના સાવજો હવે ગીર જંગલના વિસ્તારને છોડી બૃહદ ગીર કે તેનાથી પણ આગળના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. આવી જેની અનેક ઘટનાઓ જોવા મળી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App