દારૂના અડ્ડા પર રેડ કરનાર અલ્પેશ ઠાકોરના જ વિસ્તારની પંચાયતમાં મળી દારૂની બોટલો

રાધનપુર તાલુકા પંચાયત બિલ્ડીંગ અને કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂ અને બીયરની બોટલોનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સ્ટેશન સામે આવેલ કચેરીમાં મદીરાપાનની મહેફીલો જામતી હોવા છતાં પોલીસ દ્વારા આજદિન સુધી કોઈ જ સામે કાર્યવાહી ના કરાતા પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ ઉભા થવા પામ્યા છે.

રાધનપુર તાલુકા પંચાયત કચેરીમાં ત્રીજા માળે પાણીની ટાંકી છે.તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેશભાઈ ઠાકોર ગુરુવારે લગભગ સાડા દસ વાગ્યાના સુમારે ત્રીજા માળે ટાંકી સાફ થાય છે કે નહિ તેની તપાસ કરવા ગયા હતા,પરંતુ ટાંકીની બાજુમાં ત્રીજા માળથી છેકનીચે સુધી બાંધકામ કરેલી જગ્યામાં નજર નાખતાં નીચે લાલ કલરના બીયરના ટીનનો ઢગલો પડેલો જોઇ ચોંકી ગયા હતા, અને તાત્કાલિક જિલ્લા પોલિસ અધિક્ષકની કચેરીના કંટ્રોલરૂમ,રાધનપુર પોલીસ અને જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરી હતી. દારૂની મહેફીલો જામતી હોવાની જાણ થતાં તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી હતી. કારોબારી ચેરમેન સુરેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે કચેરીનો કર્મચારી હોય તો પણ કડકાઈથી તપાસ કરીને સજા કરવી જોઈએ.

તાલુકા પંચાયતમાં દારૂ અને બીયરની ખાલી બોટલ મળી આવી હતી તે વિસ્તારના અલ્પેશ ઠાકોર ધારાસભ્ય રહી ચુક્યા છે. મોટા ઉપાડે દારૂબંધીની વાતો કરનારા અલ્પેશ ઠાકોર ચૂંટણી હાર્યા બાદ ગાયબ છે તેમના મતવિસ્તારમાં દારૂની બોટલો પકડાઈ જતા તેમની કાર્યશૈલી પર અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. ખાલી બિયરની બોટલો ક્યાંથી આવી તેને લઇને રાધનપુર તાલુકા પંચાયતના કર્મચારીઓ ઉપર શંકા સેવાઈ રહી છે. રાઘનપુર પોલીસ સ્ટેશનની સામે તાલુકા પંચાયત કચેરી આવેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *