તળાવમાંથી માછલીની જગ્યાએ નીકળી દારૂની બોરીઓ, પોલીસને પણ છૂટી ગયો પરસેવો

બિહારમાં સંપૂર્ણ દારૂબંધી અમલમાં છે, પરંતુ હજી પણ દારૂના તસ્કરો ગેરકાયદેસર રીતે દારૂ વેચીને ઘણી કમાણી કરી રહ્યા છે. આ દારૂ તસ્કરો દરરોજ નવી યુક્તિઓનો ઉપયોગ નેપાળથી મેળવેલા દારૂને છુપાવવા માટે કરે છે. આ જ ક્રમમાં પોલીસે મધુબાની જિલ્લાના એક તળાવમાંથી દેશી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો હતો.

મધુબાની જે બિહારમાં માછલી પાલન માટે પ્રખ્યાત છે, હવે તળાવમાંથી માછલીઓને બદલે દારૂ નીકળી રહ્યો છે. આ દારૂ શણની બોરીઓમાં ભરીને તળાવમાં છુપાવેલો હતો. દરોડા દરમિયાન પોલીસે ખુટોના બ્લોકના ગણેશી ટોલ ગામમાં દારૂની માફિયાના ઘરેથી 31 બોરીઓમાં આશરે 2500 બોટલો દેશી દારૂ કબજે કર્યો છે.

પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે લલિત મહતો નામના વ્યક્તિએ તેના ઘરમાં દારૂનો મોટો જથ્થો છુપાવ્યો છે. આ પછી પોલીસે તે ગામના લલિત મહતોના ઘરે દરોડા પાડ્યા ત્યારે ત્યાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દેશી દારૂ ઝડપાયો હતો.

જો કે, પોલીસ પહોંચે તે પહેલા જ દારૂનો ધંધો કરનાર લલિત મહતો ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો પરંતુ તેનો એક સાગરિતને પોલીસે પકડ્યો હતો. સાગરીતની માહિતી પર પોલીસે ફરી એકવાર દારૂની શોધખોળ શરૂ કરી હતી, જ્યાંથી તેઓએ 30 બોરીમાં રાખેલી 2000 જેટલી દેશી દારૂની બોટલો મળી હતી.

નેપાળી દારૂ તળાવમાં છુપાવી રાખ્યો હતો. હાલ 61 થેલીમાં રાખેલી આશરે 4500 જેટલી દેશી દારૂની બોટલ મળી આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *