જોઈ લો આ છે ગાંધીનું ગુજરાત: બીચ પર શાકભાજીની જેમ જાહેરમાં વેચતો હતો દારૂ, બન્યો પોલીસનો જમાઈ

Mandvi Viral Video: આમ તો ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ આ દારૂબંધી માત્ર કાગળ પર જ રહી છે. કેમકે છાશવારે એવા વિડિયો સામે આવતા (Mandvi Viral Video) રહે છે જે આ દારૂબંધીના લીરેલીરા ઉડાવે છે.

આવો જ એક વિડીયો ગુજરાતના માંડવી બીચ પર એકટીવામાં દારૂની બોટલો રાખી વેચતો હતો. જે વાયરલ થયો હતો. જે મામલે એસપીના આદેશથી પશ્ચિમ કચ્છ એલસીબીએ માંડવીના બાબાવાડીમાં રહેતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. જોકે ચોકાંવનારી વાત એ હતી કે બીચ પર આ રીતે શાકભાજીની જેમ ખુલ્લેઆમ દારૂ તો વેચતો હતો અને બૂમો પાડી લોકોને દારૂ ખરીદવા માટે પ્રચાર પણ કરતો હતો. હવે આ કઈ રીતે શક્ય છે કે સ્થાનિક પોલીસને આની ગંધ પણ ન આવી. આખરે આ વિડીયો વાયરલ થતાં એલસીબીએ કેસ હાથમાં લેવો પડ્યો હતો.

એ હાલો ભાઈ આવી જાવ… માંડવી બીચ પર આવ્યા અને દારૂ ન પીધો તો શું કર્યું… આવી ખુલ્લેઆમ જાહેરાતો કરી આરોપી મોહનીશ મહેન્દ્ર ઉદાસી પોલીસને હાથે ચડી ગયો છે. હવે તેની બરાબરની મહેમાનગતિ કરવામાં આવશે. આ વિડીયો વાયરલ થતા એલસીબી પીઆઇ સંદીપસિંહ ચુડાસમાએ ટીમને મોકલી આરોપીને ઝડપી પાડવા માટે કહ્યું જે બાદ પોલીસે આરોપીને પકડી પાડ્યો અને તેની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે બે મહિના અગાઉ મિત્રો સાથે બીજ પર દારૂની પાર્ટી કરવા માટે ગયો હતો. ત્યારે પોલીસને એવી પણ માહિતી મળી હતી કે કમલસિંહ અજીતસિંહ જાડેજાએ આ વિડીયો બનાવ્યો હતો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી દારૂ કોની પાસેથી લાવ્યો હ,તો તે તમામ માહિતીની તપાસ કરવામાં આવશે. ચોકાવનારી વાત એ છે કે પોલીસે જ્યારે તેને પકડ્યો ત્યારે પણ તેણે દારૂ ચિક્કાર ઢીંચેલો હતો. જેથી માંડવી પોલીસ મથકને ગુનો નોંધવાની ફરજ પડી હતી. આ ઉપરાંત વિડીયો વાયરલ કરનાર કમલસિંહ અજીતસિંહ જાડેજા ને પણ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો.