મતદાનની પૂર્વ સંધ્યાએ ભરૂચમાં દારૂની રેલમ છેલ: ભમાંડીયા પાસેથી લાખોનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, જાણો સમગ્ર મામલો

Bharuch Crime News: ભરૂચ જિલ્લા માં લોકસભા ચૂંટણી નો માહોલ ચાલી રહ્યો છૅ, ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી ની રંગત જોવા મળી રહી છૅ, આ બધા વચ્ચે બુટલેગરો નાં નાપાક કારનામા પાર પાડે પહેલા જ સ્થાનિક લોકો ની જાગૃતતા નાં પગલે ભારતીય બનાવટ (Bharuch Crime News) નાં દારૂ ભરેલ ટ્રક ને સ્થાનિકોએ પકડીને પોલીસ ને સોંપી દેવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લા નાં વાલિયા તાલુકા નાં ભમાડીયા ગામ નજીક એક ટ્રક માં મોટા પ્રમાણ માં વિદશી દારૂ આવી રહ્યો છે, તે માહિતીના આધારે ત્યાંના સ્થાનિક ગ્રામ જનોનાં ટોળા એ ટ્રક ને પકડી પાડવામાં આવ્યું હતું.

ત્યારપછી સમગ્ર ઘટના અંગેની જાણ વાલિયા પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ ઉપર પહોંચી ટ્રક નો કબ્જો લઇ આ મામલે તપાસ હાથ ધરી હતી. આ બધા વચ્ચે એક લૉક ચર્ચા એ પણ ભારે જોર પકડ્યું હતું કે કેટલાક સ્થાનિક રાજકારણીઓ પણ સ્થળ ઉપર આંટા ફેરા મારી રહ્યા હતા.

હાલ તો સમગ્ર મામલે પોલીસે ટ્રક નો કબ્જો લઇ તેમા રહેલા દારૂના જથ્થા નો ગણતરી શરૂ કરી દેવામાં આવી છૅ, જોકે ત્યાં સુધી સમગ્ર મુદ્દા માલ માં કેટલો છૅ અને કોણે આ પ્રકારે દારૂ નો જથ્થો મંગાવ્યો હતો તે તમામ બાબતો સત્તાવાર રીતે પોલીસ વિભાગે જાહેર કરી નથી.