મોરબીમાં બુટલેગરોનો નવો કીમિયો: મગફળીના ભૂંસાની આડમાં કરોડોના દારૂની હેરાફેરી, એકની ધરપકડ

Morbi Liquor Smuggling News: મોરબીમાં બુટલેગરોનો દારુની હેરાફેરીનો નવા કિમીયોનો પર્દાફાશ થયો છે. શહેરમાં મગફળીના ભુસાની આડમાં ઈંગ્લીશ દારુની હેરાફેરીનો મોરબી (Morbi Liquor Smuggling News) એસઓજી પોલીસે ઝડપી પાડી છે. દારુની હેરાફેરી મામલે SOGએ માલસામાન સાથે એક શખ્સની ધરપકડ કરી છે. SOGની બાતમી મળી હતી કે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી મગફળીના ભુસાની આડમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા 67.69 લાખની કિમંતનો દારૂ ઝડપાયો હતો.

જુઓ તો ખરા! દારૂની હેરાફેરી માટે કેવો કીમિયો અપનાવ્યો
રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો પાણીના પાઉચનો ઉપયોગ કરે છે તો ક્યારેક પોસ્ટ ઓફિસની માર્કવાળા થેલામાં દારૂની હેરાફેરી કરવા અવનવા કિમિયા કરતા હોય છે. બુટલેગરો ચેકપોસ્ટ અને માર્ગો પર તપાસ કરતી પોલીસને ચકમો આપી જુદી-જુદી રીતે દારુ ઘુસાડવા પ્રયાસ કરે છે. હાલમાં મોરબીમાં બુટલેગરોએ દારુ ઘુસાડવા એક નવી કિમીયો અપનાવ્યો.

બુટલેગરોએ મગફળીના ભુસાની આડમાં ઈંગ્લીશ દારુની હેરફેરી કરવા પ્રયાસ કર્યો. પરંતુ પોલીસની બાજ નજરે બુટલેગરોના આ કિમીયાનો પર્દાફાશ કર્યો. બુટલેગરો પર પોલીસની પણ ચાંપતી નજર રહે છે અને એટલે જ પોલીસ પોતાના બાતમીદારોને સક્રિય રાખે છે. પંજાબના ભંટીડાથી ગુજરાતના મોરબીમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરાતા હોવાની પોલીસને બાતમી મળી હતી.

બુટલેગરના કીમિયા પર પાણી ફર્યું
પોલીસે બાતમીના આધારે તમામ શંકાસ્પદ સ્થાનો પર તપાસ હાથ ધરી. દરમિયાન વાંકાનેર બ્રાઉન્ડ્રી પાસેથી પસાર થતી ટ્રકની તપાસ કરતા તેમાંથી 14040 દારૂની બોટલ મળી આવી. પોલીસને શંકા ના જાય માટે બુટલેગરોએ ટ્રકમાં મગફળીના ભુસા ભર્યા હતા.

પરંતુ પોલીસની ચકોર નજરે 67.69 લાખનો દારૂ ઝડપી પાડ્યો. પોલીસે ટ્રકમાંથી 67 લાખ 69 હજારની કિમંતના દારૂ સાથે 14040 દારૂની બોટલો અને કુલ મુદ્દામાલ 1 કરોડ 2 લાખ 77 હજારનો માલસામાન જપ્ત કર્યો. પોલીસે ટ્રક ચાલક, માલ મોકલનાર, માલ મંગાવનાર સહિતના લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો.