અમદાવાદમાં દારૂ સંતાડવા માટે બુટલેગરોએ એવો કીમિયો અપનાવ્યો કે…પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ

Ahmedabad News: અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાંથી પોલીસને મળેલી બાતમીના આધારે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર સહિતનો (Ahmedabad News) 38 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ મોડી રાત્રે બંધ બોડી કન્ટેનરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ સાથે બે આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી હતી.

રામલ પોલીસને મળેલી બાતમીના આધારે રામોલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ભારતીય બનાવટની વિદેશી દારૂની 3300 નંગ અને બિયરના ટીન 2256 નંગ મળી કુલ 38 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

આ રીતે થતી હતી હેરાફેરી
કન્ટેનરમાં ગુપ્ત ખાનું બનાવી થતી હતી હેરાફેરી: ગત મોડી રાત્રી દરમિયાન રામોલ અદાણી સર્કલથી વાંચ ગામ તરફ જતા રોડ પર આવેલ કાબરા ટ્રાન્સપોર્ટ તરફ જવાના રસ્તા પર અશોક લેલન બંધ બોડીના કન્ટેનર GJ-01-DV-2743 માં ગુપ્ત બોક્સ બનાવવામાં આવ્યા હતા. તેમાં દારૂની હેરાફેરી કરતા દેવેન્દ્ર ધનારામ જાટ અને સોહનલાલ હનુમાનરામ જાટને 38,28,920 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી રામોલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વોન્ટેડ આરોપી સુભાષ બિશ્રોઈ સુધી પહોંચ્યો
બંને આરોપીઓની પૂછતાછ કરતા તેની કડી વોન્ટેડ આરોપી સુભાષ બિશ્રોઈ સુધી પહોંચી રહી છે. રાજસ્થાનમાં રહેતા આ સુભાષ બિશ્રોઈ દ્વારા ગુપ્ત ખાનું બનાવી તેમાં આ દારૂનો જથ્થો મુકાવીને અમદાવાદમાં કોઈ અજાણ્યા વ્યક્તિ સુધી પહોંચાડવા માટે કહેવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી: હાલ રામોલ પોલીસ દ્વારા આ તમામ આરોપીઓ વિરુદ્ધ ધી પ્રોહી કલમ 65(E), 11(B), 81, 98(2) હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.