વિશ્વના સૌથી ગરીબ 10 દેશની યાદી આવી સામે: જાણો ભારત અને પાકિસ્તાન કયાં સ્થાને?

Top 10 Poorest Countries: વર્લ્ડ બેન્ક એટલે કે વિશ્વ બેન્ક દર વર્ષે સૌથી અમીર અને ગરીબ દેશોની યાદી જાહેર કરે છે. હાલમાં જ વર્લ્ડ બેન્કે જીડીપીના આધાર પર સૌથી (Top 10 Poorest Countries) અમીર અને ગરીબ દેશોની યાદી જાહેર કરી છે. હકીકતમાં જોઈએ તો, જીડીપીના આધાર પર કોઈ પણ દેશની સરેરાશ પ્રતિ વ્યક્તિ આર્થિક સ્થિતિ વિશે જાણી શકાય છે.

પ્રતિ વ્યક્તિ જીડીપી જેટલી ઓછી હશે, દેશ એટલો જ ગરીબ હશે. દુનિયાના સૌથી ગરીબ દેશોને કેટલાય પડકારોનો સામનો કરવો પડે છે. જેમાં વૈશ્વિક સંઘર્ષ અને ભ્રષ્ટાચારથી લઈને આર્થિક અસ્થિરતા અને બીજું ઘણું સામેલ છે.

જેવી રીતે સૌથી અમીર દેશોની યાદી જોવી રસપ્રદ લાગે છે. એવી જ રીતે એ પણ જાણવાની ઉત્સુકતા છે કે સૌથી ગરીબ દેશ કયા છે? તો આવો આજે અમે આપને એ દેશો વિશે વાત કરીએ જે દુનિયાના સૌથી ગરીબ કયા છે. શું આ લિસ્ટમાં ભારત અને પાકિસ્તાનનું નામ પણ સામેલ છે? આવો જાણીએ લિસ્ટ…

ટોપ 10 સૌથી ગરીબ દેશોની યાદી
આ લિસ્ટમાં સૌથી પહેલા નંબર પર દક્ષિણ સૂડાન, જેનો જીડીપી $455 છે.
બીજા નંબર પર બુરાંડી છે. જેનો જીડીપી $916 છે.
આ લિસ્ટમાં $1,123 જીડીપી સાથે મધ્ય આફ્રિકી ગણરાજ્ય ત્રીજા નંબર પર છે.
ચોથા નંબર પર કાંગો લોકતાંત્રિક ગણરાજ્ય છે, જેનો જીડીપી $1,552 છે.
મોઝામ્બિક પાંચમા નંબર છે, તેનો જીડીપી $1,649 છે.
આ લિસ્ટમાં નાઈઝર પણ સામેલ છે. તે છઠ્ઠા નંબર પર છે. નાઈઝરનો જીડીપી $1,675 છે.
સાતમા નંબર પર મલાવી છે, મલાવીનો જીડીપી $1,712 છે.
લાઈબેરિયા આ લિસ્ટમાં 8માં સ્થાન પર છે, જેનો જીડીપી $1,882 છે
મેડાગાસ્કર 9મો સૌથી ગરીબ દેશ છે. જેનો જીડીપી $1,979 છે.
યમન આ લિસ્ટમાં 10માં નંબર પર છે. જેનો જીડીપી $1,996 છે
પાકિસ્તાનનો જીડીપી $6,955 છે અને તેની સાથે તે 50માં સૌથી ગરીબ દેશમાં છે.
આ યાદીમાં ભારતનું સ્થાન 62માં નંબરે છે. ભારતનો જીડીપી $10,123 છે.