ધ્રુજાવી દેતા અકસ્માતનો LIVE વિડીયો- શરુ ગાડીએ ગળામાં ફાંસીના ફંદા જેમ ફસાયું દોરડું, થોડી વારમાં…

અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. આ અકસ્માતોમાં ન જાણે કેટલાય લોકોના અકાળે જીવ જતા હોય છે. ત્યારે હાલ આવા જ વધુ એક અકસ્માતના સમાચાર તામિલનાડુમાંથી મળી આવ્યા છે. જેમાં બાઈક સવાર ટ્રકના દોરડામાં ફસાઈને નીચે પડે છે. આ ઘટનાના LIVE CCTV પણ સામે આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ટ્રકના દોરડામાં ફસાઈને બાઈકસવાર જમીન પર પટકાયો:
મળતી માહિતી અનુસાર, મુથુ તામિલનાડુના થુથુકુડીના વિસ્તારનો રહેવાસી હતો. તે તેની બાઇક પર કામ કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન જયારે તે અરલથી આગળ વધી રહ્યો હતો ત્યારે સામેથી આવતી ટ્રકમાંથી દોરડાના કારણે તેનું ગળું ફસાઈ ગયું હતું. જેને પગલે તે જોરદાર રીતે રોડ પર પટકાયો હતો. જેનો LIVE વિડીયો પણ હાલ સામે આવ્યો છે.

LIVE વિડીયોમાં જોઈ શકાઈ છે કે, આ દોરડું એવી રીતે ગુંચવાઈ ગયું કે મુથુ બાઇક પરથી દૂર જમીન પર પટકાયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. તેમજ ઘય્તાલ યુવકની મદદ કરી હતી. આ પછી લગભગ બે મિનિટ પછી મુથુને ભાન આવ્યો હતો. ત્યારે આ ઘટના અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મને કંઈ ખબર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *