વિશ્વના એક માત્ર આ શિવમંદિરમાં શિવલિંગ પર ચઢાવવામાં આવે છે જીવતા કરચલા

Surat Shiva Temple: ભગવાન શિવને સામાન્ય રીતે દૂધ, ફૂલ, મધ, બીલીપત્ર જેવી ચીજ-વસ્તુઓ ચઢાવવામાં આવે છે. તે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ સુરતનું એક અનોખુ મંદિર છે કે જ્યાં ભગવાનને જીવતા કરચલા ચડાવવામાં આવે છે. લોકો પોતાની માનતા પુરી કરવા માટે ભગવાનને (Surat Shiva Temple) જીવતા કરચલા ચઢાવે છે. ઉતરાયણ બાદ આ બાધા પૂરી કરવા માટે આ દિવસે ઉમરા ખાતે આવેલા રામનાથ ઘેલા મંદિરે હજારોની સંખ્યામાં લોકો મંદિરે આવીને માનતા પૂરી કરે છે.

વર્ષમાં ફકત એક દિવસ જ અહીં જીવતા કરચલા ચડે છે
સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ રામનાથ ઘેલા મંદિર વિશ્વનું એક આ એક માત્ર એવું મંદિર છે, જ્યાં પોષ એકાદશીના દિવસે શિવલિંગ પર જીવતા કરચલા ચડાવવામાં આવે છે. લોક માન્યતા મુજબ શારીરિક તકલીફ હોય જેમાં ખાસ કરીને કોઈને કાનને લગતી બિમારી હોય અને આ મહાદેવ પર આસ્થા રાખે તો કાનનાં રોગ દુર થાય છે.

રોગ દુર થઈ ગયા પછી ભાવિકો દ્વારા શિવલિંગને પણ કરચલા ચડાવવામાં આવે છે. લોકો બાધા પૂર્ણ કરવા ભાવિકોએ સવારથી જીવતાં કરચલાં લઈને અહીં મંદિર પહોંચી પૂજા-અર્ચના કરે છે. વર્ષમાં ફકત એક દિવસ જ અહી કરચલા ચડતાં હોવાથી સવારથી જ દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળે છે.

વર્ષો જૂની પ્રથા છે, રામનાથ ઘેલા મંદિરમાં કરચલા ચડાવવાની
પ્રાચીન મંદિર તરીકે ઓળખાતા આ મંદિર સાથે અલૌકિક ઘટના જોડાયેલી છે. લોકવાયકા મુજબ ભગવાન રામએ તર્પણ વિધિ દરમિયાન કોઇ બ્રાહ્મણ ન હોવાથી સમુદ્ર દેવને બ્રાહ્મણ રૂપે પ્રગટ થવા વિનંતી કરી હતી. જેથી સમુદ્ર દેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા હતા અને ભગવાન રામે પૂજા કરી હતી. આ દરમિયાન સમુદ્રના મોજાના કારણે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવી પડ્યા હતા.

સમુદ્ર દવે ભગવાન શ્રીરામને આ જીવોનો ઉદ્ધાર કરવા વિનંતી કરી હતી. ભગવાન આ જોઈને ઘેલાઘેલા બન્યા હતા, જેથી આ મંદિરનું નામ રામનાથ ઘેલા મહાદેવ મંદિર પડ્યું હતું. વર્ષમા એક જ વાર આ મંદિર કરચલા ચડાવવાની માન્યતા હોવાથી આજના દિવસે અહી હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શનાથે આવતા હોય છે. સુરત સિવાય અહી મુંબઇ તથા દિલ્હીથી પણ ભક્તજનો દર્શનાર્થે આવે છે અને પોતાની બાધા પુર્ણ કરે છે.