વડોદરા / પત્ની અને એક માસના બાળકના ખબર અંતર પૂછવા સાસરીએ જતા યુવકને રસ્તામાં જ ભરખી ગયો કાળ

અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. રોડ અકસ્માતની ઘટનાઓમાં અનેક પરિવાર વિખરાય જતા હોય છે. ત્યારે વધુ એક આવી ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા વડોદરા શહેર માંથી સામે આવી છે. વડોદરા શહેરમાં આવેલા કારેલીબાગ વિસ્તારના દીપિકા ગાર્ડન પાસે ગત રાત્રે એક સ્કૂટરચાલકે ટક્કર મારતા બાઇકચાલક યુવાનનું કરુણ મોત થયું હતું. આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં આવેલા એક શો-રૂમના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કારેલીબાગ પોલીસને ઘટનાની જાણ થતા તરતજ ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોચી હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માત સર્જનાર સ્કૂટર ચાલક

વડોદરા શહેરમાં આવેલા કારેલીબાગ વિસ્તારમાં દીપિકા ગાર્ડન પાસે એક ખાનગી સ્કૂલના સફાઈ કામદારને સ્કૂટર ચાલક (GJ-06-JN-3813)એ ટક્કર મારતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર યુવક સમા ખાતેના આવેલા પોતાના ઘેરથી વારસિયા પોતાના સાસરીમાં પત્ની અને પુત્રની કાઢવા જઇ થયો હતો ત્યારે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મૃતક નિલેશ સોલંકી તેની પત્ની સાથે

મળેલી માહિતી અનુસાર મૃતક નિલેશભાઈ રાજેશભાઈ સોલંકી (ઉંમર વર્ષ 26) સમા વિસ્તારમાં આવેલક જવાહર ફળિયામાં રહેતા હતા. તેમની પત્નીએ હજુ એક મહિના પહેલાં જ પુત્રને જન્મ આપ્યો હતો. તેથી નિલેશભાઈ વારસિયામાં પિયરમાં ગયેલી પત્ની અને પુત્રની ખબર જોવા માટે બાઈકપર સમા થી વારસિયા જઈ રહ્યા હતા અને ત્યારે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો.

મૃતક નિલેશ સોલંકી

સ્કૂટરચાલકે બાઇકને ટક્કર મારતાં નિલેશભાઈને ખુબજ ગંભીર ઇજાઓ થઈ હતી અને તે લોહીલુહાણ થઈ ગયો હતો. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકો ભેગા થયા અને ગંભીર હાલતમાં નિલેશને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. પ્રાપ્તમાહિતી અનુસાર નિલેશ સોલંકી પ્રતાપનગરની ખાનગી સ્કૂલમાં સફાઈ કામદાર હતા. કારેલીબાગ પોલીસે અકસ્માતને લઈને આગળની તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે સ્કૂટરચાલકની પણ શોધખોળ શરૂ કરી છે.

પત્નીના સીમંત સમયની તસવીર

સ્કૂટરચાલક સાથે અકસ્માત થયા બાદ નિલેશની બાઇક ડિવાઇડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં નિલેશ સોલંકીને ખુબજ ગંભીર ઇજાઓ પહોંચી હતી, તેથી તેનું મોત થયું હતું. આ સમગ્ર મામલે મૃતક નિલેશ સોલંકીના પિતા રાજેશભાઇ રયજીભાઇ સોલંકીએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નવજાત બાળકને જોઈને સમગ્ર પરિવાર આઘાતમાં છે. મૃતક નિલેશ સોલંકીના પરિવારજન સંજય સોલંકી સત્યે વાત કરતા તેમણે જણાવ્યું કે, મારા ભાણીયાને અકસ્માત કરીને ભાગી જનાર સ્કુટરચાલક આરોપી જ્યાં સુધી પોલીસ ધરપકડ નહીં કરે ત્યાં સુધી અમે અમારા ભાણીયાનો મૃતદેહ નહીં સ્વીકારીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *