કેનેડા(Canada): માછલી પકડવા ગયેલા બે લોકોને નદીમાં એવી વસ્તુ મળી, જેને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. વાસ્તવમાં બંને માછીમારોની જાળમાં એક માછલી ફસાઈ હતી, જેનું વજન લગભગ 270 કિલો હતું. તેનું નામ સ્ટર્જન માછલી છે, જેને જીવંત ડાયનોસોર (Living Dinosaurs) તરીકે પણ ઓળખવામાં આવે છે.
મામલો કેનેડાની ફ્રેઝર નદીનો છે. જ્યાં બ્રિટિશ કોલંબિયાના યવેસ બિસન(Yves Bisson) અને એંગલર ડેન લેલિયર(Angler Dan Lallier) માછીમારી કરવા ગયા હતા. આ દરમિયાન તેણે એક મોટી માછલીને પાણીમાં કૂદતી જોઈ. તેને બહાર કાઢતાં જ તે ચોંકી ગયો. કારણ કે તેને સ્ટર્જન માછલી મળી હતી, જે ખૂબ જ દુર્લભ માછલી છે.
BIG FISH: A 10-foot sturgeon believed to be between 500 & 600 lbs was caught, tagged, and re-released by a fishing guide in British Columbia. Guide Yves Bisson estimates the fish could’ve been more than 100 years old. pic.twitter.com/7J8dfFjy6k
— NowThis (@nowthisnews) March 15, 2022
માછલીને ‘જીવંત ડાયનાસોર’ પણ કહેવાય છે.
બિસન કહે છે કે આ માછલી લગભગ 11 ફૂટ લાંબી હતી અને તેનું વજન 250 થી 300 કિલોગ્રામ હતું. બિસને તાજા પાણીની માછલીના વિશાળ કદને બતાવવા માટે TikTok પર એક વિડિયો પોસ્ટ કર્યો, જેણે 35 મિલિયનથી વધુ વ્યૂ મેળવ્યા છે. હાલ પૂરતું, તેણે આ માછલીને ટેગ કરીને નદીમાં પાછી છોડી દીધી.
માછીમારી નિષ્ણાત એંગલરે જણાવ્યું કે આ માછલી સ્ટર્જન પ્રજાતિની છે, જેને ‘જીવંત ડાયનાસોર’ પણ કહેવામાં આવે છે, કારણ કે તે જુરાસિક યુગની છે. તેઓ કહે છે કે સ્ટર્જન માછલી એ વિશ્વની સૌથી મજબૂત તાજા પાણીની માછલી છે અને માછીમારી માટે મૃત્યુદર 0.012% છે. આ માછલીઓ ખૂબ લાંબા સમય સુધી જીવે છે. યવેસે જણાવ્યું કે પકડાયેલી માછલી પણ લગભગ 70 થી 100 વર્ષ જૂની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.