Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad) ખાતે યોજાયેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં વિશ્વભરમાંથી સ્વયંસેવકો સેવા માટે ઉમટી રહ્યા છે, જેમાં ઘણા ડોકટરો પણ છે તો ઘણા એંજીનીયરો પણ છે, ઘણા મોટા મોટા અધિકારીઓ અહીંયા ઘણા મહિનાઓથી પોતાનું કામ છોડીને સેવા કરવા માટે લાગી ગયા છે. તો સાથે દર્શનાર્થીઓ પણ મોટી સંખ્યામાં અમદાવાદ ખાતે દર્શને પધારી રહ્યા છે.
આ દરમિયાન એક એવા સ્વયં સેવકની વાત જણાવવા જઈ રહ્યા છીએ જે જાણી તમે પણ ચોકી ઉઠશો. આ મહિલા ભકતનું નામ હિનાબેન છે અને તે છેલ્લા ૩૬ વર્ષથી સિંગાપોરમાં રહી રહ્યા હતા. હિનાબેનને પહેલાથી જ પ્રમુખસ્વામી મહારાજમાં પોતાની આસ્થા અને શ્રદ્ધા રહેલી હતી. તેથી તે પોતાના વતન ગોંડલ આવ્યા હતા અને જયારે તેમને ખબર પડી કે આવી એક ઉજવણી થવાની છે અને ત્યાં સેવા માટે લોકો રજીટ્રેશન કરાવી રહ્યા છે, તો હિના બેનને પણ થયું કે જીવનમાં આવો મોકો બીજી વાર નહિ મળે તો તેમને પણ સેવામાં પોતાનું નામ નોંધાવી દીધુંબ હતું.
જેને પગલે આજે તે પ્રમુખસ્વામી નગરમાં સિક્યુરિટી વિભાગમાં પોતાની સેવા આપી રહયા છે. આ અંગે હિનાબેને જણાવ્યું હતું કે, હતું કે તેમના પતિનું મૃત્યુ થઇ ગયું છે અને તે પોતાની દીકરીને સિંગાપોરમાં મૂકીને અહીં સેવા આપવા માટે આવ્યા છે. ખાસ વાત તો એ છે કે, હિનાબેન છેલ્લા છ મહિનાથી પોતાની સેવા આપી રહ્યા છે.
વધુમાં હિનાબેને કહ્યું હતું કે, તેમના પતિના મૃત્યુ પછી પણ તેમને કયારેય પૈસાને લગતી કોઈ તકલીફ પડી નથી અને આજે તે પોતાનું જીવન ખુબ જ ખુશીથી જીવી રહ્યા છે. ત્યારે હાલ તેઓ પોતાની દીકરીને એકલી સિંગાપોરમાં મૂકી છેલ્લા 6 મહિનાથી પ્રમુખસ્વામી નગરમાં સેવા કરી રહ્યા છે. આ સિવાય પણ પ્રમુખસ્વામી નગરને બનાવવા માટે વિદેશમાંથી ઘણા સ્વયંસેવકો તેમનો કામ ધંધો છોડીને અહીં સેવા કરવા માટે આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.