માત્ર ૪૫ દિવસમાં લિઝ ટ્રુસે બ્રિટનના પ્રધાનમંત્રી પદેથી આપ્યું રાજીનામું- જાણો એવું તો શું થયું…

લિઝ ટ્રુસે (Liz Truss) બ્રિટનના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ માત્ર 45 દિવસનો છે. ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ રાજીનામું આપવા જઈ રહ્યા છે. હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજીનામા બાદ લિઝ ટ્રુસે પણ તેમના તરફથી પ્રતિક્રિયા આપી છે.

તેણીએ કહ્યું છે કે, ‘વર્તમાન પરિસ્થિતિને જોતા મને લાગે છે કે હું જે વચનો માટે લડી, તે પૂરા કરી શકી નથી. મેં માહિતી આપી છે કે હવે હું વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી રહી છું. લિઝે એ વાત પર પણ ભાર મૂક્યો છે કે જ્યારે તે PM બની ત્યારે દેશમાં આર્થિક સ્થિરતા નહોતી. પરિવારોને બીલ કેવી રીતે વસૂલવું તેની ચિંતા હતી. તેણી કહે છે કે અમે ટેક્સ ઘટાડવાનું સપનું જોયું હતું, મજબૂત અર્થવ્યવસ્થાનો પાયો નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મને લાગે છે કે હાલમાં હું તેને પૂરી કરી શકી નથી. એટલા માટે હું રાજીનામું આપી રહી છું.’

જાણકારી માટે તમને જણાવી દઈએ કે, કન્ઝર્વેટિવ પાર્ટીના 530 સભ્યો પર કરવામાં આવેલા YouGov સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે 55% સભ્યોનું માનવું છે કે લિઝ ટ્રસને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું જોઈએ. કેટલાક અન્ય સર્વેક્ષણોએ પણ સંકેત આપ્યો છે કે લિઝ ટ્રસને તેમના પદ પરથી રાજીનામું આપવું પડશે. તેમના નિર્ણયોથી તેમનો પોતાનો પક્ષ નાખુશ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *