જાણો કેમ ગરોળી મોરપીંછથી 10 ફૂટ દુર રહે છે? આ કારણ જાણી તમે પણ ચોંકી ઉઠશો

આપણી આસપાસ અને ઘરમાં, ઓફિસમાં, કીચનમાં, જૂના ભંગારની આસપાસ, બારી પર તેમજ ગાર્ડનમાં અને દીવાલ પર જો ગરોળી દેખાય તો ભલભલાને ચીતરી ચઢી જાય છે.…

આપણી આસપાસ અને ઘરમાં, ઓફિસમાં, કીચનમાં, જૂના ભંગારની આસપાસ, બારી પર તેમજ ગાર્ડનમાં અને દીવાલ પર જો ગરોળી દેખાય તો ભલભલાને ચીતરી ચઢી જાય છે. અનેક લોકો ગરોળીથી ગભરાતા હોય છે. તેનાથી બચવા માટે લોકો અનેક પ્રકારના ઉપાય અજમાવતા હોય છે. તમે જોયું હશે કે, કેટલાક લોકો ઘરમાં મોરપંખ રાખતા હોય છે. મોરપીંછ મૂકવાથી ગરોળીને અલગ પ્રકારની ગંધ આવે છે. આજે અમે તમને આ પાછળ શું કારણ છે તે જણાવશું.

શું ખરેખર મોરપીંછ મૂકવાથી ગરોળી ભાગી જાય છે? મોરપંખ ગરોળીને ઘરમાંથી દૂર ભગાડવા માટે મૂકવામાં આવે છે. શુ આ એક અંધશ્રદ્ધાનો વિષય છે કે પછી તેની પાછળ કોઈ અર્થપૂર્ણ કારણ છે? આની પાછળ ફક્ત આ જ કારણ છે કે, મોરપીંછમાંથી ગરોળીને અલગ પ્રકારની ગંધ આવતી હોય છે. તેને એવુ લાગે છે કે, અહી કોઈ પક્ષી છે. જે આપણા પર હુમલો કરીને આપણને ખાઈ જશે. આ કારણે મોરપંખ જોઈને ગરોળી ભાગી જાય છે.

આ સિવાય ગરોળી ભગાડવાની બીજી પણ અનેક રીત છે, જે કારગત નીવડી શકે છે. 
1. ડુંગળી અને લસણનો રસ કાઢી એક શીશામાં ભરો. અને ગરોળી ભગાડવા માટે આ રસમાં બસ થોડૂક પાણી મિક્સ કરીને બોટલને બંધ કરીને બરાબર હલાવીને મિક્સ કરી લો. ત્યારબાદ જ્યા વધારે ગરોળીઓ આવતી હોય છે ત્યા આ રસને છાંટી દો.

2. આ સિવાય તમે ઘરમા જે ખૂણામા વધારે ગરોળી આવે છે, ત્યાં લસણની કળી પણ મૂકી શકો છો. અને આમ કરવાથી ગરોળી ઘરમાંથી ભાગી જશે.

3. એક ડુંગળીને લાંબી સુધારીને તેને દોરીથી બાંધી લો અને જ્યા ગરોળી વારંવાર આવતી હોય ત્યા ટીંગાડી દેવું. આટલુ કરવાથી તમને ગરોળીથી છૂટકારો મળે છે.

4. કાળામરીના સ્પ્રેનો પણ ઉપયોગ કરી શકો છો. કાળામરી પાઉડરમાં પાણી મિક્સ કરીને બોટલમા ભરી દો. આ પાણીને ઘરના દરેક ખૂણામા છાંટી દેવાથી ગરોળી દૂર ભાગે છે.

5. ફિનાઈલની ગોળીને દરવાજા, પલંગ, કબાટ અને જ્યાં ગરોળી હમેશા જોવા મળે છે ત્યાં 2 થી 3 ગોળી મૂકી દો. તે આ સુગંધને સહન નહી કરી શકે અને ભાગી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *