‘તુમ મુજે વોટ દો, મેં આપકો ચાંદપે મકાન ઓર હેલિકોપ્ટર દુંગા’- ચૂંટણી જીતવા એવાએવા વાયદા કર્યા કે, જાણી આંખે અંધારા આવી જશે

હાલ દેશના ઘણા પ્રાંતમાં ચૂંટણી ચાલી રહેલી છે. અને ચૂંટણી જીતવા નેતાઓ એવાએવા પેતરા કરી રહ્યા છે કે, હાલમાં તેની તમામ હદો પાર થઇ ગઈ…

હાલ દેશના ઘણા પ્રાંતમાં ચૂંટણી ચાલી રહેલી છે. અને ચૂંટણી જીતવા નેતાઓ એવાએવા પેતરા કરી રહ્યા છે કે, હાલમાં તેની તમામ હદો પાર થઇ ગઈ છે. એક નેતાએ લોકોને એટલી હદે વાયદા કરી દીધા હતા કે લોકો સાંભળીને પણ હોસ ઉડી ગયા હતા. આ નેતાએ લોકોને વાયદા કરતા જણાવ્યું હતું કે, ‘તુમ મુજે વોટ દો, મેં આપકો ચાંદપે જાનેકા અવસર, તીન મંજિલ વાલા મકાન ઓર હેલિકોપ્ટર દુંગા’. એવાએવા વાયદાઓ કર્યા હતા કે, લોકોની આંખે તો અંધારા જ આવી ગયા હતા.

જો તમે મને મત આપશો, તો હું તમને બધાને મફતમાં આઇફોન, સ્વિમિંગ પૂલ સાથે ત્રણ માળનું મકાન, ચંદ્ર પર સો દિવસ ગાળવાની તક અને યુવાનો માટે વ્યવસાય શરૂ કરવા માટે એક કરોડ રૂપિયા આપીશ. આ વાત જાણી તમને નવાઈ લાગશે પરંતુ આ વાત સાચી છે, તમિલનાડુમાં ચુંટણી પ્રચાર વખતે એક નેતાએ મત માટે લોકોને આવા વાયદાઓ આપ્યા હતા.

આ બધા જ ચૂંટણીના વચનો છે જે તમિલનાડુમાં ચૂંટણી દરમિયાન એક સ્વતંત્ર ઉમેદવારે જાહેરમાં કર્યા હતા. આ મુદ્દો સોસીયલ મીડિયામાં વાયરલ થતા લોકોના પણ હોસ ઉડી ગયા હતા અને ભાત ભાતની કોમેન્ટો કરી રહ્યા હતા. ખરેખર, આ એક વાયરલ પોસ્ટ છે, જે આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહી છે. જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે કેટલાક લોકોએ આ પોસ્ટને એડિટ કરીને સોસીયલ મીડિયામાં ફરતી કરી છે.

સુત્રોનું કહેવું છે કે, ઉમેદવારને ફેમસ કરવા માટે આ બધું ઘડવામાં આવ્યું છે તેવું માનવામાં આવી રહ્યું છે. જે પણ કોઈ આ પોસ્ટને જોવે તો સૌથી પહેલા પેટ પકડીને હસે અને પછી આ પોસ્ટને વધારેમાં વધારે શેર કરે. દરેક ઘર માટે 20 લાખ કાર, એક નાનું હેલિકોપ્ટર, નહાવા માટેનો સ્વીમીંગ પૂલ, અને લગ્નમાં દરેક છોકરી માટે 800 ગ્રામ સોનું ફ્રી… આ પોસ્ટ સોસીયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહી છે. અને લોકો ભાતભાતની ટીપ્પણી કરી રહ્યા છે.

કોણે આપ્યા હતા આ વાયદાઓ….
આ દિલચસ્પ વચનો તમિલનાડુની મદુરાઇ દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડતાં અપક્ષ ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યા છે. ખરેખર, અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા થુલમ સરવણન એક સામાજિક કાર્યકર છે. મહત્વપૂર્ણ રાજકીય પક્ષો વતી, તેમનો પક્ષ મજબુત દેખાઈ તે માટે આ પગલું ઉઠાવ્યું હતું. સામાજિક કાર્યકર્તા થૂલમ સરવણનના જણાવ્યા મુજબ, તેઓ મહત્વપૂર્ણ રાજકીય પક્ષો દ્વારા મતદારોને આપેલા વચનો પર નજર રાખતા હોય છે. આમાં, મતો મેળવવા માટે તમને શું મફતમાં મળશે તેવી વાતો કહેવામાં આવે છે. આ બધું જોયા પછી, તેમણે પોતાના વતી કેટલાક વચનો આપવાનું નક્કી કર્યું હતું.

કઈ કઈ વસ્તુઓ દેવાના વાયદાઓ કર્યા હતા….
1. દરેક મતદાતા માટે મફત આઇફોન
2. દરેક પરિવાર માટે સ્વિમિંગ પૂલ સાથેનું ત્રણ માળનું ઘર

3. 20 લાખ રૂપિયાની કાર
4. દરેક ઘર માટે એક નાનું હેલિકોપ્ટર
5. ઘરના કામમાં મદદ કરવા માટેનો એક રોબોટ

6. લગ્નમાં દરેક છોકરી માટે 800 ગ્રામ સોનું
7. દરેક યુવકને ધંધો શરૂ કરવા માટે એક કરોડ રૂપિયા
8. ચંદ્ર પર 100 દિવસની રજા માનવાનો અવસર

9. મતવિસ્તારમાં વિશેષ સંશોધન કેન્દ્રની સ્થાપના અને લોંચીંગ પેડનો પ્રારંભ, જેથી ચંદ્ર પર નિયમિત યાત્રાઓ થઈ શકે.
10. મતદાન ક્ષેત્રને ઠંડુ રાખવા 300 ફૂટ ઉંચો બરફ પર્વત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *