લોકલ વોકલ બીઝનેસ દ્વારા 3 દિવસીય બીઝનેસ એક્સ્પોનું આયોજન,1 લાખથી વધુ લોકો લેશે મુલાકાત

Local Vocal Business: લોકલ વોકલ બિઝનેસના ફાઉન્ડર આકાશ વઘાસિયા એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના મિશન (Local Vocal Business) અંતર્ગત ચાલી રહેલ સંસ્થા લોકલ વોકલ બીઝનેસ દ્વારા ઉધોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી આવનારી તારીખ ૩,૪ અને ૫ જાન્યુઆરી ૨૦૨૫ ના એક્સ્પો કાર્નિવલ યોજાશે.

આ સંપૂર્ણ આયોજન હેપ્પીનેસ બેન્કવેટ હોલ, પુણા કેનાલ રોડ,કોસમાડા સુરત ખાતે યોજાશે. ૧૩૦ કરતા પણ વધારે સ્ટોલ ધારકોની પોતાની પ્રોડક્ટ અને સર્વિસ આ એક્સપોમાં વિઝિટર સામે પ્રેઝન્ટ થવાની છે, આ એક્સપોમાં અંદાજિત 3 દિવસમાં એક લાખ વિઝિટર નો ટાર્ગેટ છે ,આ એક્સ્પોમાં ફિબોવીક્સ વેલ્થ મેનેજમેન્ટ ,એન્થમ કોર્પોરેશન જેવી કંપનીનો સાથ સહકાર મળ્યો છે

આ એક્સપોમાં સુરતના ઘણા બધા કોર્પોરેટ ગેસ્ટ જેને પોતે મોટા લેવલ પર પોતાની કંપની ને પહોંચાડી છે તેમને આમંત્રિત કર્યા છે, આ એક્સ્પો વિઝિટર્સ માટે સમય સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે.

આ બીઝનેસ મલ્ટી કેટેગરી એક્સ્પોમાં 130 કરતા વધારે સ્ટોલ છે જેમાં આઇટી,સોલાર, textile,food & beverages , અને બીજી ઘણી બધી અંદાજે ૩૦ કરતા વધારે કેટેગરીના સ્ટોલ છે.

આ બીઝનેસ એક્સપોમાં એન્ટ્રી માટે પાસ ફરજિયાત છે અથવા Expocarnival.in પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. આ એક્સ્પો શરૂ થયા અગાઉ બે તારીખની રાતે બાર વાગે ઓનલાઇન રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવશે. જેમણે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ હશે તેમને ફ્રી એન્ટ્રી મળવા પાત્ર છે. આટલું જ નહીં અત્યાર સુધીમાં એક લાખથી વધુ પાસ સુરતભરમાં વિતરણ કરાયા છે.

જ્યારે 20,000 થી વધુ ઓનલાઇન રજીસ્ટ્રેશન આવી ચૂક્યા છે. સ્ટોલ ધારકો પાસેથી અને lvb ના કોઈ પણ મેમ્બર પાસેથી એન્ટ્રી પાસ શહેરીજનો ડાયરેક્ટ મેળવી શકે છે. પરંતુ LVB એક્સપો માં બિઝનેસ સ્ટોલ લેનાર કંપનીને ક્વોલિટી બિઝનેસ મળી રહે તેના માટે એક્સપો સ્થળે રજીસ્ટ્રેશન કે પાસ વગર આવનાર વીઝીટરો માટે એન્ટ્રી માટે નોમિનલ ચાર્જ રાખવામાં આવેલો છે. જેથી ક્વોલિટી વિઝિટર આવે અને તે ઉત્સુક વીઝીટરોને અને સ્ટોલ ધારકોને ફાયદો થઈ શકે.