LVB Expo: સુરતમાં લોકલ વોકલ બીઝનેસ દ્વારા 3 દિવસીય એક્સ્પોનું કરવામાં આવ્યું હતું આયોજન

LVB Business Expo: તારીખ 3, 4 અને 5 જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ હેપ્પીનેસ બેન્કવેટ હોલ, કેનાલ રોડ ખાતે યોજાયેલ આ એક્સપોમાં 130 સ્ટોલ ધારકો અને અંદાજે 70 જેટલા અલગ અલગ બીઝનેસ કેટેગરીના લોકોએ પોતાની પ્રોડક્ટ (LVB Business Expo) અને સર્વિસ રજૂ કરી હતી.

3 દિવસીય એક્સપોમાં અંદાજે 50,000 કરતા વધારે વિઝીટરોએ એક્સપોની વિઝીટ કરી અંદાજે 50,000 કરતા વધારે રેફ્રન્સ સ્ટોલ હોલ્ડરોને જનરેટ થયા અને અંદાજીત 1 કરોડ રૂપિયાનો લાઇવ બીઝનેસ અને 10 કરોડ કરતા વધારે રૂપિયાના બીઝનેસની તક આ એક્સપોમાં ઊભી થઈ. આ સિવાય ઘણી નવી પ્રોડક્ટ લોન્ચિંગ,નવા કસ્ટમર,નવા વેન્ડર, ફ્રેન્ચાઇઝ ની તક,અને ઘણા બધા બહારના શહેર અને રાજ્યો ના કનેક્શન પણ જોવા મળ્યા.

આ એક્સપોમાં સહયોગી સંસ્થામાં ટાઇટલ સ્પોન્સર ફિબોવિક્સ વેલ્થ મેનેજમેન્ટ, પાવર્ડ બાય સ્પોન્સર એન્થમ કોર્પોરેશન રહ્યા હતા.આદરણીય શ્રી મનસુખ માંડવિયા દ્વારા લોકલ વોકલ બિઝનેસ દ્વારા આ આયોજન ને ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા થયેલી એક પહેલ “એક પગલું આત્મનિર્ભરતા” ના અનુસંધાન માં આવા જ કાર્યક્રમો ભવિષ્યમાં થાય અને વધુ માં વધુ ભારતના યુવાનો અને યુવતીઓ આત્મનિર્ભર બને અને રોજગારી નું સર્જન કરી દેશના વિકાસમાં ફાળો આપે એવી શુભકામનાઓ આપી હતી.

આ એક્સ્પોના આયોજકો દ્વારા એક નવી પહેલ કરવામાં આવી જેમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ની પ્રેરણાથી, તેમના દ્વારા શરૂ થયેલ પહેલ “એક પેડ માં કે નામ” અંતર્ગત એક્સપોમાં જોડાયેલ 130 સ્ટોલ હોલ્ડરોના માતાઓના નામે ૧ વૃક્ષ રોપણ કરવાનો નવો સંકલ્પ લીધો, આ નવી પહેલ લોકલ વોકલ ફાઉન્ડેશન થકી કરવામાં આવશે.

ટેકસટાઇલ બીઝનેસને વધુમાં વધુ પ્રમોટ કરવાના હેતુથી સ્પેશ્યલ ટેક્સટાઈલ ઝોન બનાવવામાં આવ્યો હતો.બિઝનેસમેન B2B ડીલ શકે તે માટે સ્પેશ્યલ નેટવર્કિંગ લોન્ઝ બનાવવામાં આવ્યું હતું, જે આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું.આ એક્સ્પોમાં અન્ય મહેમાન તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ,જાણીતા ઉદ્યોગપતિ બિઝનેસમેનો અને ઘણા બધા સામાજિક અગ્રણીઓ દ્વારા એક્સ્પોની વિઝિટ દ્વારા બિઝનેસમેનની ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.

લોકલ વોકલ બીઝનેસ સતત બિઝનેસમેન માટે કાર્ય કરે છે અને દરેક બિઝનેસમેન પોતાના બીઝનેસના ગ્રોથ માટે આ સંસ્થામાં જોડાઈ શકે છે.