કોરોના વચ્ચે લગ્ન કરવા પડ્યા ભારે- લગ્નમાં રસોઈ બનાવનારને જ હતો કોરોના પોઝિટિવ

કોરોનાવાયરસનો કહેર ચાલી રહ્યો છે. આખા દેશમાં લગ્નનો માહોલ પણ ચાલુ થઈ ચૂક્યો છે. ઘણા શહેરોમાં લગ્નના સમાચાર સતત સામે આવી રહ્યા છે. એવામાં જ એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં એક લગ્ન સમારોહમાં ખાવાનું બનાવનાર જ કોરોના પોઝિટિવ નીકળ્યો.

હકીકતમાં આ પૂરી ઘટના મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાની છે, જ્યાં ગ્રામ પંચાયત બંધામાં એક લગ્નમાં જે વ્યક્તિ ખાવાનું બનાવવા માટે આવ્યો હતો, તે કોરોના પોઝિટિવ હતો. તેની જાણકારી પહેલા કોઈને ન હતી. ખાવાનું બનાવનાર વ્યક્તિ કોરોના પોઝિટિવ છે, તેની જાણકારી એક સ્થાનિક વ્યક્તિએ પ્રશાસનની ટીમને આપી તેના બાદ હડકંપ મચી ગયો.

તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચેલા જિલ્લા પંચાયતના સભ્યો સાથે સ્વાસ્થ્ય વિભાગની ટીમે પણ ખાવાનું બનાવનાર વ્યક્તિને જીલ્લા હોસ્પિટલમાં મોકલ્યો અને તેના સંપર્કમાં આવનાર વધુના સંબંધીઓ સહિત 83 લોકોનું થર્મલ સ્ક્રીનીંગ શરૂ થયું.

થર્મલ સ્ક્રીનીંગ બાદ તમામને હોમ કવારંટીન કરતાં પાસેના સ્કૂલમાં તેમને રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી. તેની સાથે જ પ્રશાસનની આખી ટીમે સ્વયં વ્યવસ્થા જોતાં લગ્નને પણ પૂર્ણ કરાવ્યા. સાથે જ પ્રશાસન દ્વારા વર-વધૂ સહિત બે અન્ય લોકોને ૧૪ દિવસ માટે ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી. આ ઉપરાંત જે એરિયામાં લગ્ન હતા તેને કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *