સરકારે કોરોનાની બીજી લહેર આવતા આ બે શહેરોમાં જાહેર કર્યું સંપૂર્ણ લોકડાઉન

હાલ સરકારે મહારાષ્ટ્રના બીડ અને નાંદેડમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે. આ લોકડાઉન 26 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન શહેરમાં મેરેજ હોલ, હોટલ અને રેસ્ટોરન્ટ પણ બંધ રહેશે. સાથે જ કોલેજ અને સ્કુલ પણ નહિ ખોલવામાં આવે. આ સિવાય તમામ પ્રાઈવેટ ઓફિસ પણ બંધ રાખવા અને વર્ક ફ્રોમ હોમ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

જાણવા મળ્યું છે કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47239 દર્દી મળ્યા, 23,913 સાજા થયા અને 227નાં મોત થયાં છે. આ સતત પાંચમો દિવસ હતો, જ્યારે નવા કેસ 40 હજારથી વધુ રહ્યા. મોતનો આંકડો પણ આ વર્ષે સૌથી વધુ છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય ઉડાનો પર લાગેલા પ્રતિબંધોને 30 એપ્રિલ સુધી વધારી દેવામાં આવ્યા છે.

દેશમાં અત્યારસુધીમાં 1 કરોડ 17 લાખ 33 હજાર 594 લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે, તેમાંથી 1 કરોડ 12 લાખ 3 હજાર 16 દર્દી સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 1.60 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 3.65 લાખ લોકોની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.orgમાંથી લેવામાં આવ્યા છે.

કોરોનાં અપડેટ
-દિલ્હી સરકાર દ્વારા તમામ એરપોર્ટ, રેલવે સ્ટેશનો, આંતરરાજય બસ ટર્મિનલ પર અન્ય રાજ્યોમાંથી આવાનારા મુસાફરોનું રેન્ડમ ટેસ્ટિંગ(RAT/RT-PCR) ફરજીયાત કરવામાં આવ્યું છે. દિલ્હીમાં સાર્વજનિક સ્થાનો પર હોળી, શબ-એ-બારાત અને નવરાત્રિ મનાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

-ઉત્તરપ્રદેશમાં હોળી પહેલાં રાજ્ય સરકારે કેટલાક નિર્દેશ બહાર પાડ્યા છે, તેમાં પૂર્વમંજૂરી વગર કોઈ સરઘસ કાઢી શકશે નહિ. 60 વર્ષથી વધુ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ પ્રકારના ઉત્સવમાં ભાગ લેવાની મંજુરી નથી.

-કોરોનાના વધતા મામલાઓને લઈને ગૃહ મંત્રાલય દ્વારા પ્રભાવ નિયંત્રણ માટે દિશા-નિર્દેશ બહાર પાડવામાં આવ્યા છે. એ 1 એપ્રિલથી પ્રભાવી થશે અને 30 એપ્રિલ 2021 સુધી લાગુ રહેશે. એમાં તમામ રાજ્યોમાં ટેસ્ટ, ટ્રેકિંગ અને ટ્રીટ પ્રોટોકોલની સખતાઈ લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

-દેશમાં કોરોનાના વધતા મામલાઓની વચ્ચે વેક્સિનેશનને લઈને મોટા સમાચારો આવી રહ્યા છે. એક એપ્રિલથી 45 વર્ષ અને તેની ઉપરના તમામ લોકો કોરોના વેક્સિન લગાવી શકશે. કેન્દ્ર સરકારે મંગળવારે આ નિર્ણય લીધો છે. અત્યારસુધીમાં 45થી 60 વર્ષની વચ્ચે માત્ર ગંભીર બીમારીઓ હોય તેવા લોકોને વેક્સિન મુકવામાં આવતી હતી.
-કોરોના મહામારીના વધતા મામલાઓને જોતાં BMC દ્વારા હોળી રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

1. મહારાષ્ટ્રઃ 24 કલાકમાં નવા કેસમાં ઉછાળો
અહીં મંગળવારે 28699 નવા દર્દીઓ મળ્યા, 13165 સાજા થયા, જ્યારે 132નાં મોત થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 25.33 લાખ લોકો આ મહામારીનો ભોગ બની ચૂક્યા છે, તેમાંથી 22.47 લાખ સાજા થયા છે, જ્યારે 53589નાં મૃત્યુ થયાં છે. આ ઉપરાંત અહીં સોમવારની સરખામણીમાં ફરી એક વખત કેસમાં વધારો નોંધાયો છે. સોમવારે 24645 કેસ આવ્યા હતા, જેમાં મંગળવારે 28699નો વધારો જોવા મળ્યો છે.

2. પંજાબઃ 81 ટકા દર્દીઓમાં બ્રિટનનો વેરિયન્ટ મળ્યો
અહીં મંગળવારે 2254 નવા દર્દી મળ્યા, 1426 સાજા થયા, જ્યારે 53નાં મૃત્યુ થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 2.17 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 1.9 લાખ સાજા થયા છે, જ્યારે 6435નાં મૃત્યુ થયાં છે. અહીં બ્રિટનનો કોરોના વેરિયન્ટ ઝડપી ફેલાવાના સમાચાર છે. જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવેલાં 401 સેમ્પલોમાંથી 81 ટકામાં બ્રિટનમાંથી મળેલા કોરોના વેરિયન્ટની પુષ્ટિ કરવામાં અવી છે.

3. ગુજરાતઃ સતત 22મા દિવસે વધ્યા કેસ
અહીં મંગળવારે 1730 નવા દર્દીઓ મળ્યા છે. 1255 દર્દી સાજા થયા, જ્યારે 4નાં મોત થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 2.9 લાખ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે, તેમાંથી 2.77 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4458 દર્દીનાં મોત થયાં છે. અહીં 28 ફેબ્રુઆરીએ 407 કેસ આવ્યા હતા. ત્યારથી તેમાં પ્રત્યેક દિવસે વધારો નોંધાઈ રહ્યો છે.

4. છત્તીસગઢઃ 8 દિવસમાં 6393 એક્ટિવ કેસ વધ્યા
અહીં મંગળવારે 1910 નવા દર્દી મળ્યા, 604 સાજા થયા, જ્યારે 20નાં મૃત્યુ થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 3.27 લાખ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે, તેમાંથી 3.13 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3982નાં મૃત્યુ થયાં છે. અહીં એક્ટિવ કેસ એટલે કે, સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યામાં છેલ્લા આઠ દિવસમાં 6393નો વધારો થયો છે. અહીં 14 માર્ચ 4098 એક્ટિવ કેસ આવ્યા હતા, જે 23 માર્ચે વધીને 10491 થયા છે.

5. કર્ણાટકઃ નવા સંક્રમિતોની સંખ્યામાં 24 કલાકમાં જ 500થી વધુનો ઉછાળો
અહીં મંગળવારે 2010 નવા દર્દીઓ મળ્યા. 677 સંક્રમિત સાજા થયા, જ્યારે 5નાં મૃત્યુ થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 9.73 લાખ લોકો આ મહામારીથી સંક્રમિત થઈ ચૂક્યા છે, તેમાંથી 9.45 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 12449નાં મૃત્યુ થયાં છે. રાજ્યમાં સોમવારની સરખામણીમાં કેસમાં ઉછાળો આવ્યો છે. સોમવારે 1445 કેસ આવ્યા હતા, જે મંગળવારે વધીને 2010 થયા.

6. તામિલનાડુઃ 25 ટકા વસતિનું ટેસ્ટિંગ થયું
અહીં મંગળવારે 1437 નવા દર્દી મળ્યા, 902 સાજા થયા, જ્યારે 9નાં મૃત્યુ થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 8.69 લાખ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે. તેમાંથી 8.48 લાખ સાજા થયા છે, જ્યારે 12618નાં મૃત્યુ થયાં છે. તામિલનાડુની વસતિ 7 કરોડ 60 લાખ છે, તેમાંથી અત્યારસુધીમાં 1 કરોડ 90 લાખ લોકોના ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે.

7. મધ્યપ્રદેશઃ 50 ટકા કેસ માત્ર ઈન્દોર અને ભોપાલમાં જ
અહીં મંગળવારે 1502 નવા દર્દી મળ્યા, 798 સાજા થયા, જ્યારે 4નાં મૃત્યુ થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 2.78 લાખ લોકો આ મહામારીથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 2.65 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3912નાં મૃત્યુ થયાં છે. રાજ્યમાં ઈન્દોરમાં 387, જ્યારે ભોપાલમાં 362 નવા દર્દી મળ્યા.

8. કેરળઃ એક મહિનામાં અડધા થયા એક્ટિવ કેસ
અહીં મંગળવારે 1985 નવા દર્દીઓ મળ્યા. 2172 સાજા થયા, જ્યારે 10નાં મૃત્યુ થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 11 લાખ લોકો આ મહામારીથી સક્રમિત થઈ ચૂક્યા છે, તેમાંથી 10.7 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4518નાં મૃત્યુ થયાં છે. અહીં સોમવારે 1238 કેસ આવ્યા હતા, જે મંગળવારે વધીને 1985 થયા. અહીં એક્ટિવ કેસમાં ઝડપથી ઘટાડો આવ્યો છે. 23 ફેબ્રુઆરીએ અહીં 54661 દર્દીની સારવાર ચાલી રહી હતી. આ સંખ્યા ઘટીને 23880 થઈ છે.

9. દિલ્હીઃ 23 દિવસમાં નવા કેસમાં 1000નો ઉછાળો
અહીં મંગળવારે 1101 નવા કેસ આવ્યા. 620 સાજા થયા અને 4 સંક્રમિતોનાં મૃત્યુ થયાં. અહીં અત્યારસુધીમાં 6.49 લાખ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે, 6.34 લાખ લોકો સાજા થયા છે અને 10967એ જીવ ગુમાવ્યો છે. હાલ 4411ની સારવાર ચાલી રહી છે. અહીં 1 માર્ચે 175 કેસ આવ્યા હતા. એટલે કે, 23 દિવસમાં જ અહીં 1000થી વધુનો ઉછાળો આવ્યો છે.

10. હરિયાણાઃ એક મહિનામાં 5000થી વધુ એક્ટિવ કેસ વધ્યા
અહીં મંગળવારે 895 નવા દર્દી મળ્યા છે, 441 સાજા થયા અને 3નાં મૃત્યુ થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 2.81 લાખ લોકો આ મહામારીથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 2.72 લાખ સાજા થઈ ચૂક્યા છે અને 3104નાં મૃત્યુ થયાં છે. રાજ્યમાં હાલ 6146 દર્દીની સારવાર ચાલી રહી છે. અહીં 19 ફેબ્રુઆરીએ એક્ટિવ કેસ ઘટીને 819 થઈ ગયા હતા. એટલે કે, છેલ્લા એક મહિનામાં તેમાં 5000થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.

11. રાજસ્થાનઃ એક મહિનામાં 76માંથી 400ને પાર પહોંચ્યા નવા કેસ
અહીં મંગળવારે 480 સંક્રમિતોની ઓળખ થઈ, 220 દર્દી સાજા થયા અને 4નાં મૃત્યુ થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 3.26 લાખ દર્દી આ મહામારીથી સંક્રમિત થયા છે. તેમાંથી 3.19 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2807 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં 23 ફેબ્રુઆરીએ 76 કેસ આવ્યા હતા. જે 23 માર્ચે વધીને 480ની નજીક પહોંચ્યા છે. એટલે કે, તેમાં 400થી વધુનો વધારો નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *