લોક ડાઉનને કારણે પાકી ગયેલા ઘઉં વાઢવા મજૂર ન મળવાથી પરેશાન ખેડૂતે કર્યો આપઘાત

Lockdown ને કારણે ખેત મજુરો મળવા મુશ્કેલ થઈ રહ્યા છે. ગામડાનો ખેડૂત હાલમાં ઘઉં ની મોસમ હોવાથી ઘઉં પાકી ગયા હોવા છતાં લણી શકતો નથી.…

Lockdown ને કારણે ખેત મજુરો મળવા મુશ્કેલ થઈ રહ્યા છે. ગામડાનો ખેડૂત હાલમાં ઘઉં ની મોસમ હોવાથી ઘઉં પાકી ગયા હોવા છતાં લણી શકતો નથી. જેના કારણે એક ખેડૂતે આપઘાત કરી લીધો છે. કારણ કે તેની નજર સામે પાકી ગયેલા ઘઉં હતા. પરંતુ તે પાક લણી શકતો ન હતો કારણ કે તેને lockdown ને કારણે મજૂરો મળી શકતા નહોતા.

ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના જારી ગામ ના એક ખેડૂતે કથિત રીતે મજૂર ન મળવાથી પરેશાન હોવાને કારણે ગળે ફાંસો લગાવી લીધો અને આત્મહત્યા કરી લીધી. મૃતક ખેડૂતના પરિવારજનોએ જણાવ્યું કે, કમોસમી વરસાદને કારણે પહેલેથી જ મસૂરનો પાક સડી ગયો હતો. અને હવે ઘઉં નો પાક ખેતરમાં તૈયાર હતો. પરંતુ કોઈ મજૂર ન મળવાથી તેની કાપણી કરવી મુશ્કેલ બની તેથી પરેશાનીમાં તેણે આ પગલું ભરી લીધું. જારી ગામ ના 52 વર્ષીય ખેડૂત રામભવન શુક્લા એ શનિવારે ગામના એક વૃક્ષની ડાળીએ ફાંસી લગાવી દીધી.

તેમણે જણાવ્યું કે rambhavan શનિવારે મંજૂર શોધવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. સંભવત મજુર ન મળવાથી પરેશાન થઈને તેમણે આત્મહત્યા કરી લીધી છે. જણાવી દઈએ કે હાલમાં જ સમાચાર આવ્યા હતા કે પશ્ચિમી ઉત્તર પ્રદેશથી એક ખેડૂત નેતા એ ચેતવણી આપી હતી કે, ખેતીવાડી સાથે જોડાયેલી સમસ્યાઓને જો સમય રહેતા ઉકેલી લેવામાં નહીં આવે તો, કોરોનાની બીમારી કરતા વધુ ભૂખમરા થી મોત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *