દરેક રાજકીય દળો લોકસભા ચૂંટણી જીતવા ખુબ પ્રચાર કરી રહ્યા છે. આ ચૂંટણીમાં અત્યાર સુધીની દરેક ચૂંટણી કરતા સૌથી વધુ ખર્ચ થવાનું મનાઈ રહ્યું છે. રાજકીય દળો મીડિયા અને જાહેરાતો પાછળ સૌથી વધુ ખર્ચ કરી રહ્યા છે. આ વર્ષે થયેલી ચૂંટણીઓમાં આશરે 5000 કરોડ નો ખર્ચ કરાયો છે. જે લોકસભાની ચૂંટણીમાં વધીને 30000 કરોડ થઇ શકે છે. 5000 કરોડ નો આંકડો રાજકીય દળો દ્વારા ચૂંટણી પંચ ને આપવામાં આવ્યો છે જે વાસ્તવ માં વધુ હોય શકે છે. પરંતુ જો રેલીઓ, ટ્રાન્સપોર્ટેશન વગેરે નો ખર્ચો ગણિયે તો 20000-30000 કરોડનો આંકડો મળી શકે છે.
2014 ની ચૂંટણી સાથે સરખામણી કરતા 2019માં રાજકીય દળોએ જાહેરાતો પાછળ ખુબ પૈસા ફૂંકી માર્યા છે. ચૂંટણી પંચની માહિતી અનુસાર 2009ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે બંને એ મળીને 790 કરોડ રૂપિયા પ્રચાર પાછળ ખર્ચ્યા હતા. 2014 માં ભાજપે એકલા એ 715 કરોડ રૂપિયા અને કોંગ્રેસે 500 કરોડ રૂપિયા ચૂંટણી પાછળ ખર્ચ કર્યા. આ કુલ ખર્ચ માંથી 50% રૂપિયા જાહેરાતો પાછળ ખર્ચાયા હતા.
પાર્ટી પ્રમાણે વાત કરીયે તો ભાજપ આ વર્ષે 2000 કરોડ રૂપિયા જાહેરાત પાછળ ખર્ચ કરશે. જેમાંથી 1000 કરોડ રૂપિયા તો ખાલી જાહેરાતો બનાવવા પાછળ જશે જેમાં ‘નામુમકીન અબ મુમકીન હૈ ‘ ની સિરીઝનો સમાવેશ થશે,જે ભાજપ નું મુખ્ય સૂત્ર છે. બાકીના 1000 કરોડ અન્ય જાહેરાતો માં ખર્ચ કરશે. જયારે કોંગ્રેસ 200-250 કરોડ ખર્ચ કરશે. ઉત્તર પદેશના બે ખેલાડી SP અને BSP બંને 50-100 કરોડનો ખર્ચ કરી શકે છે.બાકીના નાના રાજકીય દળો જેવા કે શિવ સેના અને તેલુગુ દેશમ 30-40 કરોડ ખર્ચવા સમર્થ છે.
યુવાનો ને આકર્ષવા રાજકીય દળો ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે. રાજકીય દળો ફેસબુક,યુ-ટ્યુબ અને ગૂગલ એડસેન્સ જેવા માધ્યમોનો સહારો લઇ શકે છે. દરેક રાજકીય દળોના IT શેલ માં કામ કરતા લોકો પણ જનતાને આકર્ષવા પૂર્ણ કોશિશ કરી રહ્યા છે.
જેટલો ખર્ચ રાજકીય દળો પોતાના પ્રચાર પાછળ કરે છે તેટલો ખર્ચ જો જનતા ના કામો પાછળ કરવામાં આવે તો દેશનો વિકાસ ખુબ ઝડપી રીતે થઇ શકે. રાજકારણીઓ સત્તા ટકાવી રાખવા ખર્ચ કરશે પરંતુ વિકાસ ના કર્યો કરવા ખર્ચ નથી કરતા જેને કારણે આજે બેરોજગારી અને ગરીબી જેવી સમસ્યાઓ ઉભી થઇ છે.