સુરત(surat): શહેરમાં દાણચોરીના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે દુબઈથી આવેલી એર એક્સપ્રેસની ફ્લાઈટમાં શખ્સની હિલચાલ અલગ જણાતા કસ્ટમ વિભાગ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. લંબે હનુમાન રોડ પર આવેલ CRV જ્વેલર્સ અને મહિધરપુરાના એક બુલિયનને ત્યાં DRIએ દરોડા પાડી 165 નંગ સોનાના બિસ્કિટ કુલ 8.50 કરોડનું 18 કિલો સોનુ જપ્ત કર્યું છે. આ સાથે જ DRIએ 4 લોકોની અટકાયત પણ કરી છે.
દુબઈથી સ્મગલિંગનો માલ લઇને આવનાર શખ્સ દુકાનમાં પ્રવેશ્યો અને DRIએ તરત જ તેની ધરપકડ કરી હતી. DRIના અધિકારીઓ ડમી ગ્રાહક બનીને શો-રૂમમાં રેડ પાડી હતી. દુબઈથી આવેલા 4 વય્ક્તિઓ ઉપર DRIને શંકા હતી કે, સ્મગલિંગનો માલ એરપોર્ટ મારફત પ્રવેશ્યો છે. DRIને 100 કરોડથી વધુનું સોનુ સુરતમાં પ્રવેશ્યુ હોવાની શંકા છે.
DRIને શંકા થતા 4 લોકોની અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર કાંડ અંગે તપાસ શરુ કરી હતી, હવે ટૂંક જ સમયમાં મોટા ધડાકાની શકયતા રહે છે. CRV જ્વેલર્સ દ્વારા અગાઉ પણ દુબઈથી સ્મગલિંંગનો માલ મંગાવ્યાની શક્યતા છે. આ માલ બુલિયન જ્વેલર્સને આપતા અને જવેલર્સ સીધા ગ્રાહકોને માલ પધરાવી દેતા હતા.
જ્વેલર્સ દ્વારા 7.50 ટકા ડયૂટી બચાવવા દુબઈથી માલ મંગાવીને સ્મગલિંગનો ધંધો કરવામાં અવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, જપ્ત કરાયેલાં સોનામાં અઢી કિલો સોનું મહિધરપુરાના બુલિયનનું છે જ્યારે બાકીનું સોનુ લંબે હનુમાન રોડ પરના જ્વેલર્સનું છે. DRI દ્વારા હવે એરપોર્ટ પર સંઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.