શું તમે જોયો નેશનલ ક્રશ “રશ્મિકા મંદન્ના”નો આ સ્વીમીંગ પુલ વાળો વિડીયો? અહી ક્લિક કરીને જુઓ ક્યૂટ વીડિયો

‘પુષ્પા’ સ્ટાર ‘શ્રીવલ્લી’ ઉર્ફે અભિનેત્રી રશ્મિકા મંડન્ના(Rashmika Mandanna)ની આજે અસંખ્ય ફેન ફોલોઈંગ છે, જેઓ તેની દરેક નવી તસવીર અને દરેક નવી પોસ્ટની આતુરતાપૂર્વક રાહ જુએ…

‘પુષ્પા’ સ્ટાર ‘શ્રીવલ્લી’ ઉર્ફે અભિનેત્રી રશ્મિકા મંડન્ના(Rashmika Mandanna)ની આજે અસંખ્ય ફેન ફોલોઈંગ છે, જેઓ તેની દરેક નવી તસવીર અને દરેક નવી પોસ્ટની આતુરતાપૂર્વક રાહ જુએ છે. અભિનેત્રી હાલમાં જ તેની આગામી બોલિવૂડ(Bollywood) ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા મનાલી(Manali) જવા રવાના થઈ છે. આ દરમિયાન, તેણે રમૂજી પળોની કેટલીક ઝલક શેર કરી છે.

રશ્મિકા તેની ઑફ-સ્ક્રીન મસ્તી માટે જાણીતી છે. આવી સ્થિતિમાં રશ્મિકાએ વધુ એક ફની વીડિયો શેર કર્યો છે, જેમાં તે પૂલમાં થોડો ફ્રી ટાઈમ એન્જોય કરતી જોઈ શકાય છે. વીડિયો જોઈને લાગે છે કે તેના મેનેજરે રશ્મિકા મંદન્નાના વીડિયોને ક્લિક કર્યો છે. વીડિયોમાં અભિનેત્રી કહે છે કે, તે વોટર બેબી છે અને પોતાની ખુશી વ્યક્ત કરે છે. ક્લિપમાં, રશ્મિકા પૂલમાં હાજર પાણીની નીચે સ્વિમિંગ કરે છે અને કેમેરાની સામે વાતચીત પણ કરે છે.

આ દરમિયાન, તે બાળકની જેમ મસ્તી કરે છે અને પૂલમાં પોઝ આપે છે. જોકે, થોડા સમય પછી તે કહે છે કે તે થાકી ગઈ છે. લાગે છે કે, રશ્મિકા છેલ્લા કેટલાક સમયથી પૂલમાં શૂટિંગ કરી રહી હતી. વીડિયોમાં રશ્મિકાની ક્યુટનેસ જોઈને ફેન્સ ખુશખુશાલ થઈ ગયા છે. તેણી ખરેખર સુંદર લાગે છે, ખાસ કરીને જ્યારે તેણી તેના માથા પર હાથ વડે હાર્ટ ઇમોજી બનાવે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રશ્મિકા હાલમાં મનાલીમાં ‘એનિમલ’ માટે શૂટિંગ કરી રહી છે, જેમાં તે રણબીર કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અર્જુન રેડ્ડી અને કબીર સિંહ ફેમ સંદીપ રેડ્ડી વાંગા કરી રહ્યા છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરાને રિપ્લેસ કરીને રશ્મિકાએ પોતાનું સ્થાન બનાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *